હવે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને ભરડામાં લેતો કોરોના

હવે કોરોનાનું ( corona ) સંક્રમણ, ગુજરાતના  ગામડાઓ સુધી પહોંચવા લાગ્યું છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનાના કેસ ચિંતાજનક રીતે સામે આવતા, આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે.

  • Bipin Prajapati
  • Published On - 8:55 AM, 2 Apr 2021
હવે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને ભરડામાં લેતો કોરોના
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમા પ્રસર્યો કોરોના

ગુજરાત રાજ્યમાં કોરોના ( corona ) હાહાકાર મચાવી રહ્યો છે. રોજબરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાએ ગુજરાતના મોટા શહેરોને તો બરાબરના ભરડામાં લીધા છે. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ, ગુજરાતના  ગામડાઓ સુધી પહોંચવા લાગ્યું છે. જેને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ વધુ ચિંતત બની ગયું છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનાના કેસ ચિંતાજનક રીતે સામે આવતા, આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. ગામડામાં ટેસ્ટિંગ પણ વધારાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોવાણા ગામમાં 50 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 7ના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા નાનકડા એવા મોવાણા ગામમાં હાહાકાર મચી ગયો છે. તંત્રએ લોકોને ઘરે જ રહેવા અપીલ કરી છે. અને બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરવા અને સામાજિક અંતર જાળવવા અપીલ કરી છે.