corona : સુરતમાં રાત્રીએ એક સાથે 20 મૃતદેહને અપાયો અગ્નિદાહ, વિડીયો જોઈ કંપી ઉઠશે કાળજુ

સુરતના ( surat ) ઉમરા સ્થિત સ્મશાનગૃહથી રાત્રી દરમિયાનનો વિડીયો સામે આવ્યો છે. સ્મશાનભૂમિમાં અલગ અલગ જગ્યાએ કુલ વીસ મૃતદેહના અગ્નિસંસ્કાર કરાયા છે.

| Updated on: Apr 11, 2021 | 10:35 AM

સુરત સહીત ગુજરાતમાં કોરોનાનો ભરડો વધુ મજબૂત થયો છે. કોરોનાના કારણે ટપોટપ મૃત્યુ થઈ રહ્યાં છે. સ્મશાનગૃહમાં પણ અગ્નિ સંસ્કાર કરવાની જગ્યાનો અભાવ હોવાથી હવે સ્મશાન પરીસરમાં બહાર કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.

સુરતના ઉમરા સ્થિત સ્મશાનગૃહથી રાત્રી દરમિયાનનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સ્મશાનભૂમિમાં અલગ અલગ જગ્યાએ વીસ જેટલી ચિતા પ્રગટાવીને કોરોનાથી મર્યા ગયેલાઓના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યાં હોવાનું દ્રષ્ટિગોચર થાય છે. અત્યાર સુધી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે વેઈટીગ લીસ્ટ હતુ પરંતુ હવે તો મૃતકને અગ્નિદાહ આપવામાં સ્મશાનભૂમિ પણ નાની પડી રહી છે.

છેલ્લા બે દિવસથી સ્મશાનગૃહમાં કોરોનાના મોત પામેલા દર્દીઓના અગ્નિસંસ્કાર માટે ચિતા ગોઠવવામાં સમય જતો હોવાથી, સ્મશાનમાં ચંડાળ દ્વારા જ આગોતરી ચિતાઓ ગોઠવી દેવાઈ છે. જેથી એક સમયે ગમેએટલા મૃતદેહ અગ્નિસંસ્કાર માટે આવે તો કોઈને વધુ પ્રતિક્ષા કરવી ના પડે. આ પ્રકારે આગોતરી 25 જેટલી ચિતા તૈયાર કરી દેવાઈ છે.

સુરતના ઉમરા સ્મશાનગૃહમાં સ્મશાનભઠ્ઠીમાં વારા મુજબ મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં સમય જતો હોવાથી, મ્યુનિસિપલ કોર્પોરેશને જ આ પ્રકારની વ્યવસ્થા કરાવડાવી છે. જેથી સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં વધુ સમય રાહ જોવી ના પડે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">