Surat Chamber Of Commerceની સરાહનીય પહેલ, કોરોનામાં ઘરનાં મોભી ગુમાવનાર પરિવારનાં એક સદસ્યને આપશે નોકરી

Surat Chamber Of Commerce: કોરોના મહામારીમાં ઘરના મોભી ગુમાવનાર પરિવારના એક સભ્ય માટે નોકરીની વ્યવસ્થા કરવામાં આવશે. આ નિર્ણય કર્યો છે સુરત ચેમ્બર ઓફ કોમર્સે.

| Updated on: May 07, 2021 | 9:20 AM

Surat Chamber Of Commerce: કોરોના મહામારીમાં ઘરના મોભી ગુમાવનાર પરિવારના એક સભ્ય માટે નોકરીની વ્યવસ્થા કરવામાં આવશે. આ નિર્ણય કર્યો છે સુરત ચેમ્બર ઓફ કોમર્સે. મહામારીએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે તો અનેક પરિવારોએ પોતાના ઘરમાં કમાઉ સ્વજન ગૂમાવ્યું છે, ત્યારે આવા સંકટ સમયે જરૂરિયામંદ પરિવારો માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા પહેલ કરવામાં આવી છે.

હીરાઉદ્યોગ સહિત અન્ય સ્કિલ્ડ ઉદ્યોગમાં નોકરી કરવા ઇચ્છતા લોકોની મદદની યોજના તૈયાર કરી છે. મહત્વપૂર્ણ છે કે સુરત ચેમ્બર ઓફ કોમર્સના 9 હજાર 500 જેટલા સભ્યો છે જે અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે સુરત ચેમ્બર ઓફ કોમર્સની આ પહેલ ચોક્કસ જરૂરિયામંદો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">