Chhota Udepur News: નકલી કચેરીનું કૌભાંડ સામે આવ્યું, 4.15 કરોડના ગ્રાન્ટની કરી ઠગાઈ, જુઓ Video
છોટાઉદેપુરના બોડેલી તાલુકાની કાગળ પર સિંચાઇ વિભાગની ઓફિસ બનાવીને આરોપીઓએ સરકારી ગ્રાંટ મેળવી હતી. બોડેલી તાલુકાની કાગળ પર ઓફિસ બનાવી સરકારી ગ્રાંટ મેળવી હતી. શું કોઇ અધિકારીઓ કૌભાંડમાં સામેલ છે કે કેમ, રૂપિયા ક્યાં વાપર્યા વગેરે જેવા વિષયો પર તપાસ શરૂ કરી છે
ગુજરાતમાં નકલી અધિકારીઓ બાદ હવે નકલી કચેરીનું કૌભાંડ સામે આવ્યું છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાની કાગળ પર સિંચાઇ વિભાગની ઓફિસ બનાવીને આરોપીઓએ સરકારી ગ્રાંટ મેળવી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે સંદિપ રાજપૂત અને અબુબકર સૈયદે ભેગા મળીને રાજ્ય સરકારની 93 કામો માટે 4.15 કરોડની ગ્રાંટ મેળવીને ઠગાઇ કરી છે.
મહત્વનુ છે કે બોડેલી તાલુકાની કાગળ પર ઓફિસ બનાવી સરકારી ગ્રાંટ મેળવી હતી. રાજ્યમાં ઠગબાજોની ભરમાર વચ્ચે બોગસ ઓફિસનો ખુલાસો ચાડી ખાઇ રહ્યો છે કે અંતરિયાળ વિસ્તારોમાં કેટલી હદે લોલમલોલ ચાલતી હશે. પોલીસે હાલ બંને આરોપીઓની ઉલટ તપાસ શરૂ કરી છે અને અન્ય કોની કોની સંડોવણી હતી, શું કોઇ અધિકારીઓ કૌભાંડમાં સામેલ છે કે કેમ, રૂપિયા ક્યાં વાપર્યા વગેરે જેવા વિષયો પર તપાસ શરૂ કરી છે.
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Makbul Mansuri)
