કોરોના સંકટને જોતા ચાર ધામની યાત્રા રદ, ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે.

  • TV9 Webdesk13
  • Published On - 13:25 PM, 29 Apr 2021

સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે અને ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે, ચાર ધામમાં મંદિરના પૂજારીઓને જ ફક્ત પૂજા વિધિ કરવા માટે મંજૂરી રહેશે.

 

આ પણ વાંચો: Ahmedabad: રેમડેસિવિર ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ SOGએ ઝડપ્યું, ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ