Botad: કપાસની દવા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, વિકરાળ આગને કાબૂ લેવા ફાયર ટીમ ઘટના સ્થળે

ઇલેક્ટ્રીક શોક-સર્કિટ કે પછી કોઈ કેમિકલના કારણે આગ લાગવાનું લોકો અનુમાન લગાવી રહ્યા છે. આગ લાગવાનુ કારણ કે નુકસાનને લઈને કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

  • Publish Date - 8:06 pm, Wed, 7 July 21 Edited By: Rahul Vegda

Botad: મિલેટરી રોડ પર આવેલી કપાસની દવા બનાવતી એક ફેક્ટરીમાં એકા એક આગ લાગી હતી. ફેક્ટરીમાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળતા હતા. આજુ બાજુ વિસ્તારના લોકો પણ ભયભીત થયા હતા. જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. જુઓ વીડિયો

 

 

બોટાદના મિલેટરી રોડ ઉપર શ્રીજી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક (Shriji Industrial Park, Botad)માં આવેલી કપાસની દવા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઈલેક્ટ્રીક શોક-સર્કિટ કે પછી કોઈ કેમિકલના કારણે આગ લાગવાનું લોકો અનુમાન લગાવી રહ્યા છે. પરંતુ આગ લાગવાનું કારણ કે નુકસાનને લઈને કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

 

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ફેક્ટરીમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ વિકરાળ આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

 

આ પણ વાંચો: Modi Cabinetમાં ગુજરાતનાં પાંચ સાંસદો, જુઓ આ સાંસદોની રાજકીય સફર

 

આ પણ વાંચો: Char Dham Yatra Train : શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો વિગતો

Click on your DTH Provider to Add TV9 Gujarati