‘ભાઈ લાલુ બિના ચાલુ બિહાર ના હોઈ’, શું તમે લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણીએ શેર કરેલું આ ગીત સાંભળ્યું છે?

નીતિશ કુમારે ભાજપ (BJP) સાથે ગઠબંધન તોડી નાખ્યું છે અને તેઓ આરજેડી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ એક ભોજપુરી ગીત શેર કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 6:23 PM

Lalu Yadav : બિહારમાં રાજકીય હલચલ ખૂબ જ ગરમ છે. નીતિશ કુમારે ભાજપ (BJP) સાથે ગઠબંધન તોડી નાખ્યું છે અને તેઓ આરજેડી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ એક ભોજપુરી ગીત શેર કરતા લખ્યું છે કે, રાજ્યાભિષેકની તૈયારીઓ કરો. ગીતમાં લાલુ યાદવની સાથે તેજસ્વી યાદવ (Tejashwi Yadav) પણ જોવા મળી રહ્યા છે. ગીતના બોલ છે ‘લાલુ બિના ચાલુ બિહાર ના હોઈ’. આ ગીત ખેસારી લાલ યાદવે ગાયું છે અને ક્રિષ્ના બેદર્દીએ લખ્યું છે. રોહિણી એક પછી એક ટ્વિટ કરી રહી છે. એક ટ્વિટમાં તેણે કહ્યું કે, ભોલે બાબાની કૃપાથી ચમત્કાર થશે.

આરજેડી નીતિશ સરકારને સમર્થન આપશે

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આરજેડી નીતિશ કુમારને સમર્થન આપી શકે છે. વિભાગોની ફાળવણી અંગે કોઈ મતભેદ રહેશે નહીં. તેજસ્વી યાદવે કહ્યું કે, તેમની પાસે 160ની સંખ્યા છે. જો ભાજપ અસ્થિરતા ઉભી કરવાનો પ્રયાસ કરશે અથવા રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો પ્રયાસ કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું.

અમારી સરકાર બેરોજગાર યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપશે. બીજી તરફ જેડીયુના રાષ્ટ્રીય સંસદીય બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કરીને નીતિશ કુમારને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, નવા સ્વરૂપમાં નવા ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે નીતિશ કુમારને અભિનંદન.

નીતિશ કુમારે ભાજપ પર આરોપ લગાવ્યા

સૂત્રોએ જણાવ્યું કે, જેડીયુના ઘણા ધારાસભ્યોએ એમએલસીની બેઠકમાં નીતીશ કુમારને કહ્યું કે ભાજપ તેમને 2020થી નબળા કરવાનો પ્રયાસ કરી રહી છે. ચિરાગ પાસવાનનું નામ લીધા વિના તેણે કહ્યું કે, તે પણ આવું જ એક ઉદાહરણ છે. તેણે એમ પણ કહ્યું કે જો તેઓ હવે સજાગ નહીં થાય તો તે પાર્ટી માટે સારું નહીં હોય.

સાંસદો અને ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) એકલા રાજભવન પહોંચ્યા હતા. અહીં તેઓ રાજ્યપાલ ફાગુ ચૌહાણને (Phagu Chauhan) મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું. આરજેડી સાંસદ અહમદ અશફાકે કહ્યું કે નીતીશે પહેલા જ બીજેપી છોડી દેવી જોઈતી હતી. ગઠબંધનનો નિર્ણય નીતિશ અને તેજસ્વીએ લેવાનો છે.

Follow Us:
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">