Bhuj : લોકઅપમાંથી ફરાર થયેલો પોસ્ટ ઉચાપતનો આરોપી ઝડપાયો

Bhuj : સવારે જ્યારે લોકઅપની સફાઇ થતી હતી ત્યારે આરોપીને બહાર લવાયો હતો પરંતુ મોકોના લાભ લઇ સચિન ઠક્કર ફરાર થઇ ગયો હતો.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 06, 2021 | 6:43 PM

Bhuj :  રાવલવાડી પોસ્ટ ઓફીસમાં મિલીભગત અને સીસ્ટમનો દુર ઉપયોગ કરી ઉચાપત કરવાના કેસમાં ઝડપાયેલા મહિલા એજન્ટના પતિ અને કૌભાંડનો માસ્ટર માઇન્ડ એવો સચિન ઠક્કર આજે રીમાન્ડ પુર્ણ થવાના અંતિમ દિવસેજ પોલિસ લોકઅપમાંથી ફરાર થઇ ગયો હતો. સવારે જ્યારે લોકઅપની સફાઇ થતી હતી ત્યારે આરોપીને બહાર લવાયો હતો. પરંતુ મોકોના લાભ લઇ સચિન ઠક્કર ફરાર થઇ ગયો હતો. જોકે પશ્ચિમ કચ્છ પોલીસે ભુજ સ્થિત તેના મિત્રના ઘરેથી સચીન ઠક્કને ઝડપી પાડ્યો છે.

ભુજની  રાવલવાડી સબ પોસ્ટ કચેરીના આ કૌભાંડમાં અગાઉ 34 લાખની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ તપાસ દરમિયાન ટપાલ વિભાગે વધુ આધાર ખાતામાં ગોલમાલ થયાના પૂરાવા આપ્યા છે. જેનો આંક 1.40 કરોડ થવા જાય છે. અત્યાર સુધીનો ઉચાપતનો આંક હવે 1.70 કરોડ પર પહોંચ્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">