પાલિતાણાના શેત્રુંજી પર્વત પર પદયાત્રિકો સાથે પદયાત્રા કરતો જોવા મળ્યો સાવજ, જુઓ Video
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડુંગરમાં સિંહ લટાર મારતા નજરે પડ્યા છે.શેત્રુંજી ડુંગર પર સિંહ લટાર મારતો હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે.જો કે આ વીડિયો શેત્રંજીનો છે કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી.
તમે ક્યાંય પણ ચાલતા હોવ અને તમારી પાછળ પાછળ સાવજ પણ લટાર મારતો મારતો તમારી તરફ આવે તો શું થાય.કઈંક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે.ભાવનગરના પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડુંગર પરથી.હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો શેત્રુંજી ડુંગર પરના છે.જ્યાં આગળ આગળ લોકો ચાલી રહ્યા છે.પાછળ પાછળ ડાલામથ્થો સાવજ ચાલતો નજરે પડે છે.એમ તો ખરેખર આ દ્રશ્યો ડરામણા છે.કેમ કે એક યુવક સિંહથી માત્ર 30થી 40 ફૂટના અંતરે ચાલી રહ્યો છે, જ્યારે તેની આગળ 10 ફૂટના અંતરે એક મહિલા અને થોડે આગળ એક બાળકી જોવા મળે છે. આ દ્રશ્યમાં યુવક અને મહિલાની હિંમત તેમજ સિંહની શાંત અને દિલદાર વર્તણૂક સ્પષ્ટ દેખાય છે.સાથે જ દ્રશ્યોમાં દેખાઈ રહેલ લોકોએ પોતાની સમજથી અહીંથી ભાગવાનું નહીં પરંતુ શાંતિથી ચાલવાનું પસંદ કર્યું જેથી સાવજ પણ વિફરે નહીં.
અહીંથી સાવજની લટારનો એક અન્ય વીડિયો પણ સામે આવ્યો.જેમાં શેત્રુંજી ગિરિરાજ પર્વતની ચઢાઈની પગદંડી પર એક નહીં, પરંતુ ચાર સિંહોની હાજરીનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો અને લોકો લાકડીઓ સાથે સિંહોની ગતિવિધિ પર નજર રાખતા ચાલી રહ્યા છે.
આ દ્રશ્યો પરથી કહી શકાય કે શંત્રુજી ડુંગરની પદયાત્રા કરી રહેલા યાત્રિકો સામે અચાનક સિંહ આવતો જોવા મળે છે.સાવજના આંટાફેરાથી પદયાત્રિકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.સાવજ નજીક આવતા જોઈ લોકો આમ તેમ ભાગવા લાગ્યા હતા.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જો કે સિંહના વાયરલ વીડિયો અંગે ટીવી 9 પુષ્ટિ કરતું નથી .
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
