આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ હાથમાં આવેલી તકને અનિર્ણયાત્‍મક વલણને કારણે ગુમાવવી પડશે

મેષ આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડે. નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. આ૫ના વિચારોમાં ઝડપી પરિવર્તન આવે જેથી આ૫નું મન થોડુંક દ્વિધાયુક્ત રહે. આજે નોકરી કે વ્‍યવસાયમાં આપને સ્‍પર્ધાનો સામનો કરવો પડે. કોઇ ચોક્કસ હેતુ માટે કાર્ય કરવા પ્રેરાઓ. નાની મુસાફરીનો યોગ છે. સ્‍ત્રીઓને આજે વાણી પર સંયમ રાખવાની […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ હાથમાં આવેલી તકને અનિર્ણયાત્‍મક વલણને કારણે ગુમાવવી પડશે
RashiFal
Follow Us:
| Updated on: Jul 30, 2019 | 3:49 AM

મેષ

આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડે. નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. આ૫ના વિચારોમાં ઝડપી પરિવર્તન આવે જેથી આ૫નું મન થોડુંક દ્વિધાયુક્ત રહે. આજે નોકરી કે વ્‍યવસાયમાં આપને સ્‍પર્ધાનો સામનો કરવો પડે. કોઇ ચોક્કસ હેતુ માટે કાર્ય કરવા પ્રેરાઓ. નાની મુસાફરીનો યોગ છે. સ્‍ત્રીઓને આજે વાણી પર સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે.

વૃષભ

તમે હાથમાં આવેલી તકને અનિર્ણયાત્‍મક વલણને કારણે ગુમાવી બેસો અથવા તેનો લાભ ન લઇ શકો. વિચાર- વમળમાં ખોવાયેલા રહેશો. જેથી નક્કર નિર્ણય ન લઇ શકો. આજે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી. વાદવિવાદ કે ચર્ચા દરમ્‍યાન આપનું વલણ જક્કી રહેવાથી ઘર્ષણ થવાનો સંભવ છે. આજે આ૫ વાક૫ટુતાથી કોઇને પણ મનાવી શકો. ભાઇ- ભાંડુઓમાં પ્રેમ અને હુંફ જળવાઇ રહેશે.

મિથુન

આજના દિવસની શરૂઆત પ્રફુલ્લિત અને સ્‍વસ્‍થ ચિત્ત સાથે થાય. આજે મિત્રો કે પરિવારના સભ્‍યો સાથે ઉત્તમ ભોજન માણવાનો આ૫ને અવસર મળે. સુંદર વસ્‍ત્ર૫રિઘાન કરશો. આર્થિક દૃષ્ટિથી આ૫ના માટે આજનો દિવસ લાભકારક પુરવાર થશે. વધુ પડતા ધનખર્ચ પર કાબૂ રાખશો. આજે મનમાં ઉદભવતા નકારાત્‍મક વિચારોને હાંકી કાઢવાની ગણેશજીની સલાહ છે. આજે પ્રિયપાત્ર કે મિત્રો તરફથી ઉ૫હાર મળવાથી આનંદ થાય.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કર્ક

આજે આ૫ના મનમાં માનસિક અજંપો રહે. કોઇ એક નિશ્ચય ૫ર આ૫ ન આવી શકો અને દ્વિધાયુક્ત માનસના કારણે હેરાનગતિ થાય. સગાંસંબંધીઓથી અણબનાવ થાય. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ થાય. આવક કરતાં જાવક વધે. ઝગડો, મારામારીથી દૂર રહેવું. ગેરસમજ ટાળવી. અકસ્‍માતથી સંભાળવું. અવિચારી વર્તનથી દૂર રહેવું. આરોગ્‍ય નબળું કષ્‍ટદાયક રહે. માનહાનિ અને ધનહાનિની શક્યતા રહે છે.

સિંહ

એકંદરે આજનો દિવસ આ૫ના માટે સારો નીવડશે એમ ગણેશજી કહે છે. તેમ છતાં દ્વિધાયુક્ત વલણના કારણે આ૫ સામે આવેલી તક ગુમાવી બેસો. આ૫નું મન વિચાર વમળમાં ખોવાયેલું રહે. નવા કાર્યોનો આરંભ ટાળવો. સ્‍ત્રી મિત્રોની મુલાકાત થાય અને તેમનાથી લાભ પણ થાય. મિત્રો સાથે સુંદર સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન થશે. જે લાભદાયક હશે. વ્‍યાપારમાં પૂરતો લાભ મળે. ધનપ્રાપ્તિના યોગ છે.

કન્યા

આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે. નવા કાર્ય કરવાની મનમાં ઘડેલી યોજના આજે સાકાર થાય. વેપારીઓ તેમજ નોકરિયાત વર્ગ માટે લાભકારી દિવસ છે. તેમની ૫દોન્‍નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. ઉ૫રી અઘિકારીઓ તરફથી લાભ થાય. ઘન- માન સન્‍માન મળે. પિતા તરફથી લાભ થાય. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. તંદુરસ્‍તી સારી રહેશે. સરકારી કાર્યો પૂરા થાય. તેમજ સરકાર તરફથી લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્‍થ જીવનમાં સંવાદિતા રહેશે.

તુલા

આજે આ૫ બૌદ્ઘિક કાર્યોમાં તેમજ લેખનકાર્યમાં સક્રિય રહેશો એમ ગણેશજી જણાવે છે. નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે. લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉભો થાય. વ્‍યવસાયમાં લાભની તકો મળે. વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનોના સમાચાર મળે. વ્‍યવસાય કે નોકરીના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. તબિયત સાચવવી. સંતાનોના પ્રશ્ન અંગે મૂંઝવણ રહે. વિરોઘીઓ કે હરીફો સાથે ઊંડી ચર્ચામાં ન ઉતરવાની ગણેશજીની સલાહ છે.

વૃશ્ચિ

સાવધાની અને સાવચેતીભર્યો આ દિવસ ખૂબ શાંતિ અને સ્‍વસ્‍થતાથી ૫સાર કરવા ગણેશજી સલાહ આપે છે. નવીન કાર્યની શરૂઆત ન કરવી. ક્રોધાવેશને કાબૂમાં રાખવો. અનૈતિક કામવૃત્તિથી વેગળાં રહેવું. રાજકીય ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા ગણેશજી સલાહ આપે છે. નવા સંબંઘો બાંઘતા ૫હેલાં વિચારવું. વઘુ પડતો નાણાંખર્ચ થવાથી આર્થિક ભીડ રહે. ઇશ્વરની આરાધના અને નામસ્‍મરણથી ફાયદો થશે.

ધન

આ૫નો આજનો દિવસ સુખમય અને આનંદમાં પસાર થશે એમ ગણેશજી કહે છે. આજે આ૫ મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. પાર્ટી, પિકનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્રપરિધાન આ૫ના આજના દિવસની વિશેષતા હશે. વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં ઝડપી ૫રિવર્તન આવે. લેખનકાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ઘિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

મકર

વર્તમાન દિવસે આ૫ના વ્‍યાપાર કે ધંધાનું વિસ્‍તરણ થાય. આ અંગે આ૫ આયોજન કરો. નાણાંની લેવડદેવડમાં સરળતા પડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. જરૂરી કારણોસર ધનખર્ચ થાય. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળે. વેપારીઓને કાયદાકીય મુશ્‍કેલીઓ નડે. બહારના દેશો સાથે વેપાર વધે. હરીફો ૫ર વિજય મળે. આરોગ્‍ય સારૂં રહે.

કુંભ

નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ આપે છે. આજે આ૫ના વિચારોમાં ઝડપી ફેરફાર થશે. સ્‍ત્રીઓએ વાણી ૫ર સંયમ રાખવો. યાત્રા- પ્રવાસ બને ત્‍યાં સુઘી નિવારવા. સંતાનોના પ્રશ્નો ચિંતા ઉ૫જાવશે. લેખનકાર્ય કે સર્જનાત્‍મક કૃતિઓની રચના કરવા માટે સારો દિવસ છે. બૌદ્ઘિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ખર્ચનો યોગ છે. પેટને લગતી બીમારીઓથી સાવઘ રહેવું.

મીન

આજનો દિવસ અણગમતી ઘટનાઓના કારણે ઉત્‍સાહજનક નહીં હોય. ઘરમાં પરિવારજનો સાથે વાદવિવાદ થાય. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે અને તે અંગે ચિંતા ઉદભવે. આજે આ૫નું વલણ તાજગીભર્યું અને સ્‍ફૂર્તિદાયક નહીં હોય. શારીરિક, માનસિક સ્‍વસ્‍થતા ગુમાવશો. અનિદ્રા સતાવે. સ્‍ત્રીઓ સાથેના સંબંધમાં સાવધાનીપૂર્વક વર્તવું. ધનકીર્તિની હાનિ થાય. નોકરીયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્‍થાવર મિલકતના વાહનો, વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">