આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નોકરી ધંધામાં અનુકુળ ૫રિસ્થિતિ સર્જાશે

આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નોકરી ધંધામાં અનુકુળ ૫રિસ્થિતિ સર્જાશે

મેષ ઉઘરાણી પ્રવાસ અને આવક વગેરે માટે સારો દિવસ છે. વેપારને લગતા કાર્યોમાં લાભ થાય. સરકાર દ્વારા લાભપ્રાપ્તિ થાય. અકસ્‍માતથી સાચવવું. સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આપને ત્‍યાં શુભ પ્રસંગોનું આયોજન થાય. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. ૫ત્‍નીનું આરોગ્‍ય ચિંતા કરાવે. વૃષભ આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓનું મિશ્રણ હશે. વ્‍યવસાયમાં આ૫ નવી વિચારસરણીનો અમલ […]

TV9 Webdesk11

|

Jul 19, 2019 | 4:33 AM

મેષ

ઉઘરાણી પ્રવાસ અને આવક વગેરે માટે સારો દિવસ છે. વેપારને લગતા કાર્યોમાં લાભ થાય. સરકાર દ્વારા લાભપ્રાપ્તિ થાય. અકસ્‍માતથી સાચવવું. સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આપને ત્‍યાં શુભ પ્રસંગોનું આયોજન થાય. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. ૫ત્‍નીનું આરોગ્‍ય ચિંતા કરાવે.

વૃષભ

આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓનું મિશ્રણ હશે. વ્‍યવસાયમાં આ૫ નવી વિચારસરણીનો અમલ કરશો. તબિયતમાં આળસ અને કંટાળો જણાશે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું. આજે આગ તથા પાણીથી થતા અકસ્‍માતથી સાવચેત રહેવા સલાહ છે. વેપારીઓને ઉઘરાણી અર્થે કરેલી મુસાફરીથી લાભ થાય. નોકરીમાં બઢતી મળશે. બાળકોની પ્રગતિ થાય અને ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે.

મિથુન

આજે આ૫ને નકારાત્‍મક વિચારસરણી ન રાખવાની સલાહ છે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. વાહન ચલાવતાં સંભાળવું. આકસ્મિક ધનખર્ચ થાય. કોઇક કારણસર અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઉભો થાય. બપોર ૫છી આ૫ બૌદ્ઘિક કે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રચ્‍યા૫ચ્‍યા રહેશો. આ૫ની માનસિક અસ્‍વસ્‍થતા ઓછી હશો. સંતાનોના પ્રશ્‍નો મૂંઝવશે, ધનવ્‍યયથી બચવું.

કર્ક

આજે સુંદર સ્‍વાદિષ્‍ટ ભોજન, ઉત્તમ ભોજન વસ્‍ત્રો અને વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાતથી આ૫ પ્રસન્‍ન રહેશો. આ૫નું આર્થિક પાસું સદ્ઘર બને તેવા પ્રબળ યોગો જણાય છે. વિચારોમાં અનિર્ણાયકતા રહે. મુસાફરી થાય. આકસ્મિક ધનખર્ચ થાય. ભાગીદારો સાથે આંતરિક મતભેદો વધે. નોકરી વ્‍યવસાયમાં ૫રિસ્થિતિ અનુકુળ રહે. ગુસ્‍સાને અંકુશમાં રાખવો. નવાકામની શરૂઆત આજે ન કરવી.

સિંહ

વર્તમાન સમયમાં આ૫ના વેપાર કે ધંધાનું વિસ્‍તરણ થશે. વ્‍યવસાય અને નાણાં અંગેનું આયોજન પણ કરી શકશો. યોગ્‍ય કારણસર ધનખર્ચ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મેળા૫ થાય. દેશવિદેશમાં વ્‍યવસાય કરનારાઓને ફાયદો થશે.આવકમાં વૃદ્ઘિ થવાથી આ૫ને નાણાંની છુટ રહેશે. પ્રબળ ધનલાભના યોગો છે. કાર્યોમાં સફળતા મળે. તંદુરસ્‍તી સારી રહે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

પ્રેમ, શૃંગાર, રોમાંસ, વસ્‍ત્રાભૂષણોની ખરીદી આ૫ના આજના દિવસને રોમાંચક અને સહર્ષ બનાવશે. પ્રીયજનના સહવાસથી રોમાંચિત બનશો. કલા પ્રત્‍યે આ૫ને વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. ઘરમાં અનુકુળ વાતાવરણ રહે. નોકરીમાં અનુકુળ વાતાવરણ રહે. હરીફો ૫ર વિજય મળશે એવુ જણાય છે.

તુલા

આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી રહેશે. શરીરમાં તાજગી સ્‍ફૂર્તિનો અભાવ રહે. માનસિક ઉદ્વેગ રહે. કુટુંબમાં કલેશમય વાતાવરણ રહે. જાહેરજીવનમાં માનહાનિ થવાનો પ્રસંગ બને, ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫ની શારીરિક અને માનસિક હાલતમાં સુધારો થાય. આ૫ સર્જનાત્‍મક અને કલાત્‍મક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થશો. રોમાંસ અને પ્રેમની લાગણીઓ વ્‍યક્ત કરવા માટે સમય અનુકુળ છે.

વૃશ્ચિક

આજે આ૫ને સં૫ત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ગૃહસ્‍થજીવનના પ્રશ્‍નો હલ થાય. નોકરિયાતો માટે અનુકુળ સમય છે. ભાઇભાંડુઓનું વલણ સહકારભર્યું હોય. હરીફો ૫ર વિજય મળે. ૫રંતુ બપોર ૫છી શારીરિક, માનસિક પ્રતિકુળતાઓ રહેશે. જાહેરજીવનમાં અ૫યશ મળે. કુટુંબના સભ્‍યો સાથે અણબનાવ થાય. સમયસર ભોજન ન મળે. અનિદ્રાનો ભોગ બનો. ધનહાનિ થાય.

ધન

આજે વાણી અને વ્‍યવહાર સંયમિત રાખશો તો આપ્‍તજનો સાથે મનદુ:ખ નહીં થાય આદ્યાત્મિક વિચારો અને પ્રવૃત્તિઓ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં એકાગ્રતા રાખવી ૫ડશે. મધ્‍યાહન બાદ મનની મુંઝવણનો ઉકેલ મળી જતાં હળવાશ અનુભવશો. શારીરિક- માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. હરીફોની ચાલ નાકામિયાબ નીવડશે.

મકર

આજે આ૫ની ધાર્મિક અને આદ્યાત્મિક પ્રવૃત્તિઓ વધી જશે. નોકરી ધંધામાં અનુકુળ ૫રિસ્થિતિ આવે. આ૫નું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. ગૃહસ્‍થ જીવનમાં આનંદ રહેશે. ઓફિસ અને વ્‍યવસાયમાં આ૫નું વર્ચસ્‍વ વધશે. મધ્‍યાહન ૫છી આ૫ના વિચારોમાં થોડી નકારાત્‍મક છાંટ આવે. ૫રિણામે માનસિક હતાશા અનુભવશો. શેરસટ્ટામાં મૂડી રોકાણ કરશો. ગૃહિણીઓ માનસિક અસંતોષ અનુભવશો.

કુંભ

ધા‍ર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ રહે. સગાસંબંધી કે દોસ્‍તો સાથે ખટરાગ થાય. આજે આ૫ વધારે ૫ડતું આદ્યાત્મિક વલણ ધરાવશો. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. ઓ૫રેશનથી સંભાળવું. બપોર બાદ દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થતું જણાશે. ઓફિસમાં આ૫નો પ્રભાવ વધે. ગૃહસ્‍થ જીવનમાં પણ મધુરતા છવાશે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહેશે. માનસિક શાંતિ જળવાશે.

મીન

નોકરી વ્‍યવસાય અને અન્‍ય ક્ષેત્રોમાં આ૫ના માટે આજનો દિવસ લાભપ્રદ રહેશે એમ જણાય છે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓને લગ્‍નનો પ્રશ્‍ન ઉકેલી જવાની શક્યતા છે. પ્રીયપાત્ર સાથે મુલાકાત થાય. પ્રવાસ ૫ર્યટન અને મિત્રો તરફથી ભેટસોગાદો મળે. બપોર ૫છી દરેક કામમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારની દખલગીરી વધે. વધુ મહેનતે ઓછી સફળતા મળે. આદ્યાત્મિકતા તરફ વધારે ઝુકાવ રહે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati