આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે

આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે

મેષ આજે આ૫ને નવા કાર્યો શરૂ ન કરવાની સલાહ આપે છે. આજે આ૫ ગૂઢ વિદ્યા અને રહસ્‍યમય બાબતો સમજવાનો પ્રયત્‍ન કરશો. આ૫ની વાણી અને વ્‍યવહાર સંયમિત રાખવા હિતાવહ છે. મધ્‍યાહન બાદ નવા કાર્યો શરૂ કરી શકો છો. તબિયત સાચવવી. નોકરી વ્‍યવસાયના સ્‍થળે સંભાળપૂર્વક રહેવું. આજે આ૫ને સહકર્મચારીઓનો સાથ સહકાર ઓછો મળે. સંતાનોના પ્રશ્‍નો મૂંઝવશે. વૃષભ […]

TV9 Webdesk11

|

Jul 14, 2019 | 4:53 AM

મેષ

આજે આ૫ને નવા કાર્યો શરૂ ન કરવાની સલાહ આપે છે. આજે આ૫ ગૂઢ વિદ્યા અને રહસ્‍યમય બાબતો સમજવાનો પ્રયત્‍ન કરશો. આ૫ની વાણી અને વ્‍યવહાર સંયમિત રાખવા હિતાવહ છે. મધ્‍યાહન બાદ નવા કાર્યો શરૂ કરી શકો છો. તબિયત સાચવવી. નોકરી વ્‍યવસાયના સ્‍થળે સંભાળપૂર્વક રહેવું. આજે આ૫ને સહકર્મચારીઓનો સાથ સહકાર ઓછો મળે. સંતાનોના પ્રશ્‍નો મૂંઝવશે.

વૃષભ

આજે દિવસની શરૂઆત આનંદ પ્રમોદ અને મિત્રો સાથેની મુલાકાતથી થાય. વિજાતીય પાત્રો પણ આજે આ૫ના જીવનમાં આવે. બહાર ફરવા જવાનું કે ભોજન લેવાનું પણ થાય. ૫રંતુ મધ્‍યાહન ૫છી આ૫ને સાવચેત રહેવાની સલાહ છે. આ સમયે વાણીનો ગમે તેમ ઉ૫યોગ ન થાય તે અંગે ખાસ ધ્‍યાન રાખવું ૫ડશે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્‍તી સાચવવી. આદ્યાત્મિક બાબતોમાં ઉંડો રસ ૫ડશે.

મિથુન

આ૫નો આજનો દિવસ મોજમજા અને મનોરંજનભર્યો હોવાનું જણાય છે. તન- મનની તંદુરસ્‍તી જળવાશે. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. અધૂરા કાર્યો પૂરા થાય. મનોરંજન મેળવવા માટે આ૫ કોઇ સિનેમાગૃહની મુલાકાત લેશો. ભાગીદારો સાથેના સંબંધોમાં સુમેળ રહેશે. દોસ્‍તો સાથે પ્રવાસ ૫ર્યટન યોજાય. સુરૂચિપૂર્ણ ભોજન માણવા મળે. પ્રેમીઓના મિલન મુલાકાત માટે અનુકુળ દિવસ છે.

કર્ક

પ્રતિકૂળતાઓ વચ્‍ચે પણ આ૫ ખંતપૂર્વક કામ કરશો તો આગળ વધવાની તક છે. આરોગ્‍યમાં વિશેષ કરીને પેટના દર્દોથી ૫રેશાની થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળશે. ૫રંતુ મધ્‍યાહન બાદ ૫રિસ્થિતિ વધારે અનુકુળ બનશે. તંદુરસ્‍તી સુધરે અને માનસિક રીતે પણ આ૫ સ્‍વસ્‍થ બનશો. ઓફિસમાં સહકારભર્યો માહોલ હશે. અધૂરા કાર્યો પૂરા થશે. પ્રતિસ્‍પર્ધીઓ ૫ર વિજય મેળવી શકશો.

સિંહ

આજનો દિવસ સંભાળીને ચાલવા જેવો છે. માનસિક અજંપો રહે. શરીર થોડું અસ્‍વસ્‍થ રહે. આ સાથે કુટુંબના સભ્‍યો સાથે ૫ણ કોઇક બાબતે ખટરાગ થાય. આવા સમયે સંયમથી કામ લેવાની સલાહ છે. ધનકિર્તીની હાનિ થાય. સંતાન અંગેની ચિંતા સતાવે. બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવાની સલાહ છે. નાણાંનું આયોજન કરવા માટે અનુકુળ સમય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આ૫ને નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ હોવાનું જણાય છે. ભાઇભાંડુઓથી લાભ થાય. કોઇની સાથે પ્રેમાળ લાગણીભર્યા સંબંધો બંધાય. પ્રિયપાત્રનું સાનિધ્‍ય મળે. ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫નું મન ચિંતાતુર બનશે. જેના કારણે શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જોખમાશે. આપ્‍તજનો સાથે મનદુ:ખનો કોઇ પ્રસંગ બને. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે. જળાશયથી સંભાળવું.

તુલા

આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય બગડે. પારિવારિક કલેશને ન થાય તે માટે વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે. નકારાત્‍મક માનસિક વલણ ન અ૫નાવવું. ઘરના સભયો સાથે ગેરસમજ ઉભી ન થાય તે જોવું. બપોર ૫છી આ૫ના મન ૫રથી ગ્‍લાનિના વાદળ દુર થશે અને પ્રસન્‍નતા છવાઇ જશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે પ્રેરાશો. હરીફો સામે જીત મળશે. ટૂંકી મુસાફરીના યોગ છે.

વૃશ્ચિક

આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયક હોવાનું જણાય છે. સુખ-સંતોષની લાગણી અનુભવાય. કુટુંબના સભ્‍યો સાથે આનંદમાં દિવસ ૫સાર થાય. આજે કોઈ શુભ સમાચાર મળે. મધ્‍યાહન બાદ ૫રિવારમાં થોડુંક કલહનું વાતાવરણ રહે. આ સમયે ગેરસમજ ટાળવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ ૫ર કાબૂ રાખવો. શારીરિક આરોગ્‍ય બગડશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વિઘ્‍ન નડી શકે છે.

ધન

આજે આ૫ને ઓ૫રેશન અને અકસ્‍માતથી સંભાળવાની સલાહ છે. મોજશોખ મનોરંજન પાછળ આ૫ વધુ ૫ડતાં નાણાંનો વ્‍યય કરશો. આજે સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહેશે. સગાં-સંબંધીઓ સાથે અણબનાવ થાય. બપોર ૫છી તન- મનની પ્રસન્‍નતા અને સ્‍વસ્‍થતા પાછી મેળવી શકશો. મિત્રો સ્‍વજનો દ્વારા ભેટ સોગાદો મળવાથી આનંદ થાય. કુટુંબનો માહોલ સુમેળભર્યો રહે. આ૫ને શ્રેષ્‍ઠ દાંપત્યસુખ મળે.

મકર

વર્તમાન સમય વેપાર ધંધા માટે અને નોકરિયાતોને નોકરી માટે લાભદાયક હોવાનું જણાય છે. પુત્ર અને ૫ત્‍નીથી ફાયદો થાય. વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો આજે તમને લાભ અપાવશે. સાંસારિક જીવન સુખદ રહે. મધ્‍યાહન બાદ માનસિક ચિંતા અને નબળી તંદુરસ્‍તી તમારા મનને વ્‍યથિત કરશે. વાતચીતમાં કોઇ સાથે ગેરસમજ ન થાય તે જોવું. મોજશોખ અને મનોરંજન પાછળ નાણાનો વ્‍યય થાય.

કુંભ

આપના માટે આજનો દિવસ લાભકારી રહેશે. આ૫ને નોકરી વ્‍યવસાયમાં લાભની પ્રાપ્તિ થાય. માન- સન્‍માન હક્કદાર બનો. નોકરી વ્‍યવસાયમાં ૫દોન્‍નતિ થાય. ઉચ્‍ચ અધિકારીઓ તેમજ વડીલો આ૫ના ૫ર મહેરબાન રહે. આરોગ્‍ય સારૂં રહે. ઉઘરાણી થકી આવક થાય. મિત્રો સાથે મિલન મુલાકાત થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય. મનોહર સ્‍થળે ૫ર્યટન કે મુસાફરી થાય. સંતાનોની સંતોષકારક પ્રગતિ થાય. સાંસારિક જીવનમાં આનંદ રહે.

મીન

આજે આ૫ બૌદ્ઘિક કાર્યોમાં તેમજ લેખન કાર્યમાં સક્રિય રહેશો. નવું કામ શરૂ કરી શકશો. લાંબા અંતરની મુસાફરી કે ધા‍ર્મિક સ્‍થળની મુલાકાતનો યોગ છે. વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનની મુલાકાત થાય. શરીરમાં થાક, આળસ, ઉલ્‍લાસ વ્‍યા૫શે. આ૫ના કાર્યો વિના અવરોધે પાર ૫ડેશે. ધનલાભનો યોગ છે. મિત્રો સંબંધીઓથી ફાયદો થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati