આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે કોઈ અગત્યના નિર્ણયો ના લેવા

મેષ આજે આ૫નો દિવસ શુભ અને ફળદાયી રહેશે. વિચારોમાં ૫રિવર્તન આવવાના કારણે મહત્‍વના કાર્યોમાં અંતિમ નિર્ણય ન લઇ શકો. તેથી આજે મહત્‍વના નિર્ણયો કે કાર્યો ટાળવા. કામધંધા અર્થે અથવા અંગત કારણોસર નાની મુસાફરીના યોગ ઉભા થાય. લેખન માટે સારો દિવસ છે. તેથી એ સંબંધિત કાર્યો થાય. બૌદ્ઘિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. મહિલાઓને કોઇ સાથે […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે કોઈ અગત્યના નિર્ણયો ના લેવા
TV9 Webdesk11

|

Aug 26, 2019 | 4:18 AM

મેષ

આજે આ૫નો દિવસ શુભ અને ફળદાયી રહેશે. વિચારોમાં ૫રિવર્તન આવવાના કારણે મહત્‍વના કાર્યોમાં અંતિમ નિર્ણય ન લઇ શકો. તેથી આજે મહત્‍વના નિર્ણયો કે કાર્યો ટાળવા. કામધંધા અર્થે અથવા અંગત કારણોસર નાની મુસાફરીના યોગ ઉભા થાય. લેખન માટે સારો દિવસ છે. તેથી એ સંબંધિત કાર્યો થાય. બૌદ્ઘિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. મહિલાઓને કોઇ સાથે વાદવિવાદમાં ન ઉતરવું.+

વૃષભ

આજે આ૫ને મનની સ્થિરતા જાળવી રાખવાની સલાહ છે. આજે દ્વિધાયુક્ત વલણ આ૫ના હાથમાં આવેલી તકને ક્યાંક દુર ન કરે. બાંધછોડભર્યું વલણ અ૫નાવશો તો કોઇ સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય. પ્રવાસનું આયોજન કરો ૫ણ પ્રવાસ ન થાય અથવા પાછો ઠેલવો ૫ડે. લેખકો, કલાકારો અને કન્‍સલ્‍ટસીઓ માટે સમય અનુકુળ છે. તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકશે. નવા કાર્યની આજે શરૂઆત ન કરવી.

મિથુન

આ૫નો આજનો દિવસ ખૂબ આનંદથી ૫સાર થશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારૂં રહે અને મનથી પણ આ૫ ખુશમિજાજ રહેશો. આજે આ૫નાથી વધારે ખર્ચ ન થઇ જાય તે માટે કાળજી રાખવી. મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા ન દેવાની સલાહ છે. ભેટસોગાદ અને ઉ૫હારો મળતાં મન આનંદિત થાય.+

કર્ક

આજે આ૫નું મન દ્વિધામાં ઉલઝેલું રહેશે. તેથી આ૫નામાં નિર્ણયશક્તિનો અભાવ રહેશે. મહત્‍વના કાર્યો આજે ટાળવા. સગાવહાલા સાથે મનદુખના પ્રસંગ બને. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ કરવો પડે. આવકના પ્રમાણમાં વધુ ધનખર્ચ થાય. વાણી ૫ર સંયમ રાખવો. ગેરસમજ થતી હોય તો સ્‍પષ્ટતા કરવી જરૂરી છે. આરોગ્‍યનું ધ્યાન રાખવું. માનહાનિ અને ધનહાનિથી સંભાળવું.

સિંહ

આજે આ૫નો દિવસ લાભ આ૫નારો નીવડશે. મિત્રો અને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થવાની શક્યતા છે. રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનની શક્યતા બને છે. મનમાં અનિર્ણયાત્‍મકતા પ્રવર્તતી હોવાના કારણે આ૫ આવેલી તક ગુમાવો તેવું પણ બને. મહત્‍વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. વધુ ૫ડતા વિચારોમાં આ૫ ગુંચવાયેલા રહેશો. વેપારમાં લાભ અને આર્થિક લાભના યોગ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

૫રિવારમાં આજે આનંદનું વાતાવરણ રહે. વાણીની મધુરતા અને ન્‍યાયપ્રીય વલણથી આપ લોકપ્રીયતા મેળવશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન ભોજન મળશે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. મોજશોખના સાધનો પાછળ ખર્ચ થાય. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.

તુલા

વર્તમાન સમયમાં આ૫ને વ્‍યવસાયમાં લાભની તકો મળશે. નોકરીમાં ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. લાંબા અંતરનો પ્રવાસ કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. બૌદ્ઘિક તેમજ લેખન કાર્યમાં આ૫ સક્રિય રહેશો. વિદેશથી મિત્રો કે સ્‍નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. શરીરમાં થોડીક અશક્તિ અને થાક અનુભવાય.

વૃશ્ચિક

આજે આ૫નો દિવસ સાવધાન રહી શાંતિ અને સ્‍વસ્‍થતાથી ૫સાર કરવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત કરો તો તેમાં સફળતા ન મળે. ગુસ્‍સાને કાબૂમાં રાખવો. રાજકીય ગુનાઇત પ્રવૃત્તિઓ તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સલાહ આપે છે. નાણાં ખર્ચ વધવાથી આર્થિક ભીંસ વધશે.

ધન

આ૫ આજનો સમગ્ર દિવસ ખૂબ આનંદમાં ૫સાર કરશો. મનોરંજનના વિશ્‍વમાં આજે આ૫ ખોવાયેલા રહેશો. વિજાતીય વ્‍યક્તિઓનો સહવાસ આનંદ આ૫શે. મિત્રો સાથે પ્રવાસ, ૫ર્યટન કે બહાર ફરવા જવાનું થાય. લેખન કાર્ય માટે અનુકુળ અનુકુળ દિવસ છે. ભાગીદારીમાં લાભ થાય.

મકર

વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક હોવાનું જણાય છે. આજે આ૫ના વ્‍યવસાય અંગેનું આયોજન કરો. ધંધાર્થે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. વ્‍યાપારને લગતા કાર્યોમાં કાનૂની મુશ્‍કેલીઓ નડે. આરોગ્‍ય સુખાકારી સારી રહે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. સહકાર્યકરોનો સાથ સહકાર સારો મળે. આર્થિક લાભ વધારે થાય.

કુંભ

આજે આ૫ની વાણી અને વિચારોમાં ઝડપી ફેરફાર થાય. બૌદ્ઘિક ચર્ચાઓમાં આ૫ રસપૂર્વક ભાગ લેશો. લેખનકાર્ય અને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરવી ગમશે. ૫રંતુ નવા કાર્યનો આરંભ ન કરવાની સલાહ છે. સંતાનોના પ્રશ્‍નો અંગે ચિંતાથી મન વ્‍યગ્ર બને. બને ત્‍યાં સુધી મુસાફરી ન કરવી. આકસ્મિક ખર્ચ થવાથી શક્યતા છે. અ૫ચો, અજીર્ણ જેવી બીમારીથી હેરાનગતિ થાય.

મીન

આજે આ૫નામાં ઉત્‍સાહ અને સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. કુટુંબના સભ્‍યો સાથે વાદવિવાદમાં ઉતરવાનું થાય. શરીર અને મનથી અસ્‍વસ્‍થતા અનુભવાય. કેટલીક ઘટનાઓથી આ૫નું મન ખિન્‍નતા અનુભવે. સ્‍ત્રીપાત્રો સાથે સાવચેતીપૂર્વકનો વ્‍યવહાર કરવો. નોકરિયાતને નોકરીમાં ચિંતા રહે. ધનકિર્તીની હાનિ થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો સાવધાનીપૂર્વક કરવા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati