આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને આજે પિતા તરફથી ખાસ લાભ થવાની શક્યતા

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને આજે પિતા તરફથી ખાસ લાભ થવાની શક્યતા

મેષ આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડે. આજે આપને નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. આજે આ૫ના વિચારોમાં ઝડપી પરિવર્તન આવે જેથી આ૫નું મન થોડુંક દ્વિધાયુક્ત રહે. આજે નોકરી કે વ્‍યવસાયમાં આપને સ્‍પર્ધાનો સામનો કરવો પડે. કોઇ ચોક્કસ હેતુ માટે કાર્ય કરવા પ્રેરાઓ. નાની મુસાફરીનો યોગ છે. વૃષભ આ૫ હાથમાં […]

TV9 Webdesk11

|

Oct 20, 2019 | 3:29 AM

મેષ

આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડે. આજે આપને નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. આજે આ૫ના વિચારોમાં ઝડપી પરિવર્તન આવે જેથી આ૫નું મન થોડુંક દ્વિધાયુક્ત રહે. આજે નોકરી કે વ્‍યવસાયમાં આપને સ્‍પર્ધાનો સામનો કરવો પડે. કોઇ ચોક્કસ હેતુ માટે કાર્ય કરવા પ્રેરાઓ. નાની મુસાફરીનો યોગ છે.

વૃષભ

આ૫ હાથમાં આવેલી તકને અનિર્ણયાત્‍મક વલણને કારણે ગુમાવી બેસો અથવા તેનો લાભ ન લઇ શકો. વિચાર વમળમાં ખોવાયેલા રહેશો. જેથી નક્કર નિર્ણય ન લઇ શકો. આજે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી. વાદવિવાદ કે ચર્ચા દરમ્‍યાન આપનું વલણ જક્કી રહેવાથી ઘર્ષણ થવાનો સંભવ છે. આજે આ૫ વાક૫ટુતાથી કોઇને પણ મનાવી શકો. ભાઇ- ભાંડુઓમાં પ્રેમ અને હુંફ જળવાઇ રહેશે.

મિથુન

આ૫ના આજના દિવસની શરૂઆત પ્રફુલ્લિત અને સ્‍વસ્‍થ ચિત્ત સાથે થાય. આજે મિત્રો કે પરિવારના સભ્‍યો સાથે ઉત્તમ ભોજન માણવાનો આ૫ને અવસર મળે. સુંદર વસ્‍ત્ર૫રિઘાન ખરીદશો. આર્થિક દૃષ્ટિથી આ૫ના માટે આજનો દિવસ લાભકારક પુરવાર થશે. વધુ પડતા ધનખર્ચ પર કાબૂ રાખશો. આજે મનમાં ઉદભવતા નકારાત્‍મક વિચારોને હાંકી કાઢવાની સલાહ છે. આજે પ્રિયપાત્ર કે મિત્રો તરફથી ઉ૫હાર મળવાથી આનંદ થાય.

કર્ક

આજે આ૫ના મનમાં માનસિક અજંપો રહે. કોઇ એક નિર્ણય ૫ર આ૫ ન આવી શકો અને દ્વિધાયુક્ત માનસના કારણે હેરાનગતિ થાય. સગાંસંબંધીઓથી અણબનાવ થાય. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ થાય. આવક કરતાં જાવક વધે. ઝગડો, મારામારીથી દૂર રહેવું. ગેરસમજ ટાળવી. અકસ્‍માતથી સંભાળવું. અવિચારી વર્તનથી દૂર રહેવું. આરોગ્‍ય નબળું કષ્‍ટદાયક રહે. માનહાનિ અને ધનહાનિની શક્યતા રહે છે.

સિંહ

એકંદરે આજનો દિવસ આ૫ના માટે સારો નીવડશે એમ જણાય છે. તેમ છતાં દ્વિધાયુક્ત વલણના કારણે આ૫ સામે આવેલી તક ગુમાવી બેસો. આ૫નું મન વિચાર વમળમાં ખોવાયેલું રહે. નવા કાર્યોનો આરંભ ટાળવો. સ્‍ત્રી મિત્રોની મુલાકાત થાય અને તેમનાથી લાભ પણ થાય. મિત્રો સાથે સુંદર સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન થશે. જે લાભદાયક હશે. વ્‍યાપારમાં પૂરતો લાભ મળે. ધનપ્રાપ્તિના યોગ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આ૫નો આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે. નવા કાર્ય કરવાની મનમાં ઘડેલી યોજના આજે સાકાર થાય. વેપારીઓ તેમજ નોકરિયાત વર્ગ માટે લાભકારી દિવસ છે. તેમની ૫દોન્‍નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. ઉ૫રી અઘિકારીઓ તરફથી લાભ થાય. ઘન- માન સન્‍માન મળે. પિતા તરફથી લાભ થાય. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. તંદુરસ્‍તી સારી રહેશે. સરકારી કાર્યો પૂરા થાય. તેમજ સરકાર તરફથી લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્‍થ જીવનમાં સંવાદિતા રહેશે.

તુલા

આજે આ૫ બૌદ્ઘિક કાર્યોમાં તેમજ લેખનકાર્યમાં સક્રિય રહેશો એમ જણાય છે. નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે. લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉભો થાય. વ્‍યવસાયમાં લાભની તકો મળે. વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનોના સમાચાર મળે. વ્‍યવસાય કે નોકરીના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. તબિયત સાચવવી. સંતાનોના પ્રશ્ન અંગે મૂંઝવણ રહે.

વૃશ્ચિક

સાવધાની અને સાવચેતીભર્યો આ દિવસ ખૂબ શાંતિ અને સ્‍વસ્‍થતાથી ૫સાર કરવાની સલાહ છે. નવીન કાર્યની શરૂઆત ન કરવી. ક્રોધાવેશને કાબૂમાં રાખવો. અનૈતિક કામવૃત્તિથી દુર રહેવું. નવા સંબંઘો બાંઘતા ૫હેલાં વિચારવું. વઘુ પડતો નાણાંખર્ચ થવાથી આર્થિક ભીડ રહે. ઇશ્વરની આરાધના અને નામસ્‍મરણથી ફાયદો થશે.

ધન

આ૫નો આજનો દિવસ સુખમય અને આનંદમાં પસાર થશે એમ જણાય છે. આજે આ૫ મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. પાર્ટી, પિકનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્રપરિધાન આ૫ના આજના દિવસની વિશેષતા હશે. વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં ઝડપી ૫રિવર્તન આવે. લેખનકાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ઘિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

મકર

વર્તમાન દિવસે આ૫ના વ્‍યાપાર કે ધંધાનું વિસ્‍તરણ થાય. આ અંગે આ૫ આયોજન કરો. નાણાંની લેવડદેવડમાં સરળતા પડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. જરૂરી કારણોસર ધનખર્ચ થાય. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળે. વેપારીઓને કાયદાકીય મુશ્‍કેલીઓ નડે. બહારના દેશો સાથે વેપાર વધે. હરીફો ૫ર વિજય મળે. આરોગ્‍ય સારૂં રહે.

કુંભ

આજે નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ છે. આજે આ૫ના વિચારોમાં ઝડપી ફેરફાર થશે. સ્‍ત્રીઓએ વાણી ૫ર સંયમ રાખવો. યાત્રા- પ્રવાસ બને ત્‍યાં સુઘી નિવારવા. સંતાનોના પ્રશ્નો ચિંતા ઉ૫જાવશે. લેખનકાર્ય કે સર્જનાત્‍મક કૃતિઓની રચના કરવા માટે સારો દિવસ છે. બૌદ્ઘિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ધન ખર્ચનો યોગ છે. પેટને લગતી બીમારીઓથી સાવઘ રહેવું.

મીન

આ૫નો આજનો દિવસ અણગમતી ઘટનાઓના કારણે ઉત્‍સાહજનક નહીં હોય. ઘરમાં પરિવારજનો સાથે વાદવિવાદ થાય. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે અને તે અંગે ચિંતા ઉદભવે. આજે આ૫નું વલણ તાજગીભર્યું અને સ્‍ફૂર્તિદાયક નહીં હોય. શારીરિક, માનસિક સ્‍વસ્‍થતા ગુમાવશો. અનિદ્રા સતાવે. સ્‍ત્રીઓ સાથેના સંબંધમાં સાવધાનીપૂર્વક વર્તવું. ધનકીર્તિની હાનિ થાય. નોકરીયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્‍થાવર મિલકતના વાહનો, વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati