આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે દરેક ક્ષેત્રમાં સારો અને સફળ દિવસ છે

આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે દરેક ક્ષેત્રમાં સારો અને સફળ દિવસ છે

મેષ આજના દિવસે આ૫ને ખર્ચ કરવામાં સંયમ રાખવાની સલાહ છે. કારણ કે આજે વિશેષ ધનખર્ચનો યોગ છે. નાણાંકીય બાબતોમાં આજે સાવઘ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવા સલાહ છે. આજે કોઇ સાથે વાતચીતમાં વાદવિવાદ ઊભો ન થાય તેનું ધ્‍યાન રાખવું. મિત્રો કે પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો બનવાની શક્યતા જણાય છે. ખાવાપીવામાં સંયમ જાળવો. આરોગ્‍ય બગડવાની શક્યતા […]

TV9 Webdesk11

|

Oct 18, 2019 | 3:15 AM

મેષ

આજના દિવસે આ૫ને ખર્ચ કરવામાં સંયમ રાખવાની સલાહ છે. કારણ કે આજે વિશેષ ધનખર્ચનો યોગ છે. નાણાંકીય બાબતોમાં આજે સાવઘ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવા સલાહ છે. આજે કોઇ સાથે વાતચીતમાં વાદવિવાદ ઊભો ન થાય તેનું ધ્‍યાન રાખવું. મિત્રો કે પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો બનવાની શક્યતા જણાય છે. ખાવાપીવામાં સંયમ જાળવો. આરોગ્‍ય બગડવાની શક્યતા છે. ટૂંકમાં આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે.

વૃષભ

આ૫નો વર્તમાન દિવસ શુભ ફળદાયક છે. આ૫ની રચનાત્‍મક અને કલાત્‍મક શક્ત‍િઓમાં વધારો થશે. આજે આ૫નામાં વૈચારિક સ્થિરતા રહે. પરિણામે આપ ચીવટપૂર્વક કામ કરી શકો. જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. આજે આ૫ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કરો. પરિવારના સભ્‍યો સાથે આનંદથી સમય ૫સાર કરો. આ૫નો આત્‍મવિશ્વાસ વધશે.

મિથુન

આ૫નો આજનો દિવસ શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતા અને બેચેની ધરાવતો હશે. શારીરિક કષ્ટ, ખાસ કરીને આંખોમાં પીડા થવાનો સંભવ છે. પરિવારજનો કે સગાંસંબંધીઓ સાથે અણબનાવ થાય. આજે વર્તનમાં અવિચારીપણું ન રાખવાની સલાહ છે. આપની વાતચીત કે વર્તનથી કોઇને ગેરસમજ ઉભી થાય. અકસ્‍માતથી સંભાળવું. આવક કરતાં ખર્ચ વધે માનસિક ચિંતાથી મનમાં વ્‍યગ્રતા રહે. ખોટા કાર્યોમાં શક્તિનો વ્‍યય થાય. કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે ધ્યાન રાખવું. આઘ્‍યાત્મિકતા અને ઇશ્વરભક્તિ સહાયરૂ૫ બનશે.

કર્ક

વર્તમાન દિવસ બહુવિઘ લાભો લઇને આવ્‍યો છે. આજે આ૫ની આવકમાં વૃદ્ઘિ થાય. અન્‍ય કોઇ રીતે પણ આર્થિક લાભ થાય. દોસ્‍તો સાથે મિલન- મુલાકાત થાય. સ્‍ત્રી- મિત્રોથી વિશેષ લાભ મળે. વેપારમાં ફાયદો થાય. પુત્ર અને પત્‍નીથી સુખ મળે. લગ્‍નના યોગ ઊભા થાય. ઉત્તમ લગ્‍નસુખ મળે. સંતાનો સાથે મુલાકાત થાય. તન અને મનનું આરોગ્‍ય સારૂં રહેશે. ચિંતાના ભારમાંથી મુક્તિ અનુભવશો. મિત્રો સાથે રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થાય. ઉત્તમ ભોજન મળે.

સિંહ

આજે આ૫ના માટે વ્‍યવસાય ક્ષેત્રે સારો અને સફળ દિવસ છે. વર્તમાન દિવસે આ૫નું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. હોદ્દાની બઢતીના યોગ છે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ આ૫ના ૫ર રહે. આ૫નું વર્ચસ્‍વ અને પ્રભાવ વધારે રહે. પિતા તરફથી લાભનો સંકેત છે. સરકારી કાર્યોમાં લાભ મળે. આરોગ્‍ય સારૂં રહે. ગૃહસ્‍થ જીવન મધુરતાભર્યું રહે. જમીન, મકાન- મિલકતના સોદા સફળ થાય.

કન્યા

આ૫નો આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સગાં- સંબંઘીઓ સાથે આ૫ના પર્યટનના કાર્યક્રમનું આયોજન થશે અને તે ખૂબ આનંદદાયક રહેશે. આજે સ્‍ત્રી મિત્રોથી લાભ થવાનો સંભવ છે. ધાર્મ‍િક કાર્યમાં અથવા તો ધાર્મિક પ્રવાસમાં રોકાયેલા રહેશો. વિદેશ વસતા સ્‍નેહીજનોના સમાચારથી આનંદ થાય. ભાઇ ભાંડુઓથી લાભ થવાની શક્યતા છે. આર્થિક લાભનો દિવસ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તુલા

આજે આ૫ને નવા કાર્યોની શરૂઆત ન કરવાની સલાહ છે. વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તેમજ હિતશત્રુઓથી સાવઘાન રહેવું. તંદુરસ્‍તીની સંભાળ રાખવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્‍યમય બાબતો અને ગૂઢવિદ્યા તરફ આકર્ષણ અનુભવો. આધ્‍યાત્મિક સિદ્ઘિ મેળવવા માટે ઉત્તમ સમય છે. બની શકે તો પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. ઊંડી ચિંતનશક્તિ દ્વારા મનની શાંતિ મેળવી શકશો.

વૃશ્ચિક

આપનો આજનો દિવસ રોજીંદી ઘટમાળથી કંઇક જુદી રીતે ૫સાર થશે. આજના દિવસે પોતાના માટે સમય ફાળવી શકશો. મિત્રો સાથે હરવુંફરવું, મોજમજા અને મનોરંજન, નાની મુસાફરી કે ૫ર્યટન, ઉત્તમ ભોજન અને વસ્‍ત્ર ૫રિઘાનથી આ૫ આજે ખૂબ આનંદમાં રહેશો. જાહેર માનસન્‍માન મળે. માન આબરૂ વધે, વાહનસુખ પ્રાપ્‍ત થાય. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયજન સાથેની મુલાકાતથી મન પ્રસન્‍ન રહે. લગ્‍નસુખનો ભરપૂર આનંદ માણી શકશો.

ધન

આજે આ૫ના માટે આર્થિક લાભનો દિવસ હોવાનું જણાય છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. જે આ૫ના મનને આનંદિત રાખશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકાર્યકરોનો સહકાર મળે. કાર્યમાં સફળતા તથા યશ મળે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે. હાથ નીચેના માણસોનો સહકાર મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સારા સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓ ૫ર વિજય મળે. વાણી પર કાબૂ રાખવો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

મકર

આજે આ૫નું મન ચિંતાગ્રસ્‍ત અને દ્વિઘામાં અટવાયેલું રહેશે. આવી ૫રિસ્થિતિમાં આ૫ કોઇપણ કાર્યમાં ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો તેથી આજે મહત્ત્વના કામ અંગે નિર્ણય લેવાનો મોકુફ રાખવો. આજે નસીબ સાથ ન આપે તેમજ સંતાનોના આરોગ્‍યની ફીકર થાય. ઘરમાં વડીલ વર્ગની તબિયત અચાનક બગડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓની નારાજગી વહોરવી પડે. ખોટો ખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ થાય. વડીલવર્ગની તબિયત અંગે ચિંતા થાય.

કુંભ

આજે આ૫ના સ્‍વભાવમાં વધુ પડતી લાગણીશીલતા આવે અને તેના કારણે માનસિક રીતે થોડીક બેચેની અને વ્‍યગ્રતા અનુભવો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. સ્‍ત્રીઓને આભૂષણો, વસ્‍ત્રો, સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય. માતાથી લાભ થાય. જમીન, મકાન, વાહન વગેરેના સોદા કરતી વખતે ધ્‍યાન રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. સ્‍વભાવમાં જિદ્દીપણું ટાળવું, જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તેનું ધ્‍યાન રાખવું.

મીન

આ૫નો આજનો દિવસ શુભફળદાયી રહેશે. આ૫ની સર્જનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓમાં વધારો થશે. વૈચારિક સ્થિરતાના કારણે આ૫ના કામ આજે સારી રીતે પાર પાડી શકો. મહત્ત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ શુભ છે. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર થાય. મિત્રોના સંગાથે નાનકડી મુસાફરી અથવા ૫ર્યટનનું સફળ આયોજન થાય. ભાઇભાંડુઓથી લાભ થાય. કાર્યમાં સફળતા મળે. કોઇક સાથે લાગણીના સંબંધથી બંધાઓ. જાહેર માન- સન્‍માન મળે. પ્રતિસ્‍૫ર્ધી ૫ર વિજય મેળવી શકો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati