આ 3 રાશિઓ પર મકર સંક્રાંતિથી સૂર્ય બનશે કષ્ટદાયી, 14 જાન્યુઆરીથી 1 મહિનો પસાર થશે આવો

14 જાન્યુઆરી, સાંજે 7 વાગીને 50 મિનિટ પર સૂર્ય મકર રાશિમાં આવશે. સૂર્યનું મકર રાશિમાં આવવું શુભ માનવામાં આવે છે. આ વખતે મકર સંક્રાંતિ પર સૂર્યના શત્રુ કેતુ પહેલેથી જ મકર રાશિમાં બેઠેલો છે. પડિતોનું કહેવું છે કે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશે તેની અસર તમામ રાશિઓ પર 26 દિવસો સુધી રહે છે. જાણો તમામ […]

આ 3 રાશિઓ પર મકર સંક્રાંતિથી સૂર્ય બનશે કષ્ટદાયી, 14 જાન્યુઆરીથી 1 મહિનો પસાર થશે આવો
Follow Us:
| Updated on: Jan 09, 2019 | 6:45 AM

14 જાન્યુઆરી, સાંજે 7 વાગીને 50 મિનિટ પર સૂર્ય મકર રાશિમાં આવશે. સૂર્યનું મકર રાશિમાં આવવું શુભ માનવામાં આવે છે. આ વખતે મકર સંક્રાંતિ પર સૂર્યના શત્રુ કેતુ પહેલેથી જ મકર રાશિમાં બેઠેલો છે. પડિતોનું કહેવું છે કે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશે તેની અસર તમામ રાશિઓ પર 26 દિવસો સુધી રહે છે. જાણો તમામ રાશિઓ પર મકર સંક્રાંતિનો પ્રભાવ કેવો રહેેશે.

  • મેષ- નોકરીમાં માન પ્રતિષ્ઠા

તમારી રાશિથી દસમા ઘરમાં સૂર્યનો સંચાર થવા જઈ રહ્યો છે. આ સરકાર અને નોકરી-વ્યવસાયનું ઘર છે. સૂર્યનું અહીં આગમન થવાથી નોકરીમાં માન-પ્રતિષ્ઠા વધશે. સરકારી ક્ષેત્રમાં માન-સન્માન વધશે. પિતા અને વરિષ્ઠ લોકો સાથે તાલમેલ જાળવજો, તેમનો સહયોગ અને સલાહ લેવી ફાયદો અપાવશે.

  • વૃષભ- પરિશ્રમથી ફાયદો

તમારા માટે સૂર્યનો મકર રાશિમાં સંચાર શુભ રહેશે. ધર્મ અને આધ્યાત્મિક વિષયોમાં તમારી રૂચિ રહેશે. ભાગ્ય સાથ આપશે, મહેનત કરો, પરિશ્રમથી બહુ ફાયદો થશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  • મિથુન- દુર્ઘટનાની આશંકા

આ રાશિના જાતકોએ જોખમથી બચીને રહેવું. અગ્નિથી ભય રહેશે. વિજળીના ઉપકરણો સાથે છેડછાડ ન કરો. સારી વાત એ છે કે તમારા કામની પ્રશંસા થશે, માન-સન્માન વધશે અને પ્રભાવ પણ. તબિયતનું ધ્યાન રાખવું

  • કર્ક- વૈવાહિક જીવનમાં મુશ્કેલી

મકર રાશિયમાં સૂર્યનું ગમન તમારી રાશિના સાતમા ઘરમાં થઈ રહ્યું છે. પારિવારિક જીવન ખાસ કરીને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યાપારમાં ભાગીદારીથી પરેશાની થઈ શકે. રોજબરોજના કામમાં પ્રગતિ થશે. શત્રુઓનો પક્ષ નબળો રહેશે.

  • સિંહ- અદાલતના કામોમાં સફળતા

તમારા અદાલતના કોઈ કામમાં સફળતા મળે તેવો યોગ છે. નોકરી વ્યવસાયમાં તમારો પક્ષ મજબૂત બનશે. બહેન-ફોઈ માટે સમય સારો રહેશે પરંતુ સાસરા પક્ષ તરફથી પરેશાની થઈ શકે. દેવુ ચૂકવવામાં સફળ થઈ શકો છો. તબિયતનું ધ્યાન રાખવું

  • કન્યા- સંતાનસુખની ઈચ્છા પૂરી થશે

શિક્ષણ અને સંતાનના મામલે સૂર્યનું મકર રાશિમાં જવું શુભ રહેશે. પરંતુ પ્રેમ પ્રસંગના મામલે અનુકૂળ સમય નથી. જે દંપત્તિ સંતાનસુખની ચાહ રાખે છે તેમની ઈચ્છા પૂરી થશે. માંગલિક કાર્યમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે.

  • તુલા- ભૂમિ, ભવનનો લાભ

તમારી રાશિના ચોથા ઘરમાં સૂર્યની ગોચર ભૂમિ, ભવનનો લાભ અપાવી શકે છે. યાત્રાની શક્યતા પણ બની રહી છે. માતા અને માતા સમાન મહિલાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થશે. ભૌતિક સુખો પર ખર્ચ વધશે. શરીરના ઉપરના ભાગે કષ્ટ થઈ શકે છે.

  • વૃશ્વિક- કાર્યક્ષેત્રમાં સન્માન

તમારું વર્ચસ્વ અને પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. ગુપ્ત શત્રુઓથી રાહત મળશે. ભાઈઓથી તાલમેલ બનાવીને રાખો નહીં તો આંતરિક મનદુઃખ થઈ શકે છે.

આ પણ વાંચો: સાસુ-વહુના ઝઘડામાં જો તમે થઈ ગયા છો સૅન્ડવીચ તો ઘરના વાસ્તુમાં કરો આ સરળ બદલાવ જે લાવશે શાંતિ

  • ધન- આર્થિક મામલામાં પ્રગતિ

થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીમાંથી રાહત મળતી દેખાશે. આર્થિક મામલામાં પ્રગતિ થશે, લાભ મળશે. પારિવારિક મામલે થોડી પરેશાની થઈ શકે છે. સગા-સંંબંધીઓથી નિરાશાનો સામનો કરવો પડશે. બચત કરવાનો પ્રયાસ સફળ થશે.

  • મકર- નોકરીમાં પ્રભાવ વધશે

તમારી રાશિમાં સૂર્યનો સંચાર થશે. ક્રોધ વધશે અને ઘણી વાર હીન ભાવના મહેસૂસ કરશો. તમારા માટે સલાહ છે કે આત્મબળ મજબૂત રાખજો. નોકરીમાં પ્રભાવ વધશે. અધિકારીઓ સાથે તાલમેળ બનાવી રાખવું સારું રહેશે.

  • કુંભ- ખર્ચમાં વૃદ્ધિ

તમારી રાશિના બારમા ઘરમાં સૂર્યનો સંચાર તમારા ખર્ચમાં વધારો થશે. સામાજિક કામોમાં ભાગ લેશો અને પ્રતિષ્ઠા મેળવશો. ધાર્મિક અને શુભ કાર્યો પર વ્યય થશે. યાત્રા કરવી પડશે.

  • મીન- મનોકામના પૂરી થશે

રાશિના અગિયારમા ઘરમાં સૂર્યનો સંચાર આર્થિક મામલાઓમાં ફળદાયી રહેશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. કોઈ મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે. મોટા ભાઈથી તાલમેળ બનાવીને રાખો, મતભેદ થઈ શકે છે.

[yop_poll id=534]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">