PM MODI Horoscope : શનિની પનોતી વચ્ચે પણ PM MODI ફરી દેશનું સત્તાનું સુકાન સંભાળશે ! ભારત બની શકે છે ‘યુનાઈટેડ નેશન ઓફ ઈન્ડિયા’, સાંભળો શું કહે છે તેમની કુંડળીનાં ગ્રહ

PM MODI Horoscope: વડાપ્રધાન મોદી તેમના પનોતીનાં કાળમાંજ દેશના વડાપ્રધાન (PM Modi) બન્યા હતા અને વર્ષ 2014નો જ એ સમયકાળ ફરી વર્ષ 2024માં દેખાઈ રહ્યો છે તો શું પીએમ મોદી ફરીથી દેશનું સત્તાનું સુકાન સંભાળશે?

Pinak Shukla

|

May 26, 2022 | 6:15 PM

PM MODI Horoscope : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ 26 મે 2022ના રોજ કેન્દ્ર સરકાર(BJP Govt)માં 8 વર્ષ પુરા કર્યા. આ અગાઉ ગુજરાત(Gujarat)ની ગાદીએથી પણ તેમણે એક દશક કરતા વધારેનો કાર્યકાળ સુપેરે પાર પાડ્યો હતો. બિન કોંગ્રેસી તરીકે મોદીજીએ રાજકીય રીતે એમ પણ માઈલ સ્ટોન કાયમ કર્યો જ છે તો જણાવી દઈએ કે ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિ તરીકે બે દશક પણ તેમણે આ જ કાબેલિયત અને કુનેહ પૂર્વક પાર પાડ્યા છે. દેશનું સત્તાનું સુકાન હવે જેમના હાથમાં છે તેને લઈને હંમેશા દેશ વિદેશમાં ચર્ચા થતી રહે છે. દેશમાં તેમની કાર્યશૈલીને લઈ ઉદાહરણ અપાતા રહે છે. હવે આટલી સિદ્ધી અને પ્રસિદ્ધી વચ્ચે સાંભળવા મળતુ હોય છે કે તેમના ગ્રહ ખુબ જ પાવરફુલ છે અને રાજયોગનાં સથવારે તેમણે દેશ દુનીયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યુ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળી(Prime Minister Narendra Modi’s horoscope) ને લઈને અને જાણીતા જ્યોતિષી ચેતન પટેલ સાથે ચર્ચા કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમના ગ્રહો શું કહી રહ્યા છે.

Indian PM Narendra Modi’s Horoscope

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીને લઈ 9 જેટલા સવાલ

પુછવામાં આવ્યા હતા જેમાં સત્તામાં વાપસીથી લઈને દેશ દુનીયામાં દબદબો , સર્જીકલ સ્ટ્રાઈક , હેલ્થ , શનિની પનોતિ અને ભારતનાં ગાદીપતિ તરીકે દેશની પ્રગતિનું ચિત્ર કેવા પ્રકારનું રહેશે જેવા સવાલો સમાવાયા હતા. આ ચર્ચા દરમિયાન જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ હતું કે મોદીજીની કુંડળી તેમણે વર્ષ 2007ના સમયગાળામાં તે સમયનાં PRO દ્વારા મેળવી હતી અને વર્ષ 2009માંજ કહી દીધુ હતુ કે તે વડાપ્રધાન બનશે. તેમણે ગ્રહોના આધારે જણાવ્યુ કે લાંબા સમય સુધી દેશના સત્તાનું સુકાન તેમના હાથમાં રહેશે અને ભારતની કુંડળી પણ વૃષભ લગ્નની છે કે જેને વૃદ્ધિ લગ્ન કહેવામાં આવે છે, તેનાથી દેશની જમીન કે પ્રદેશમાં વધારો પણ થઈ શકે છે.

સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે

વડાપ્રધાન મોદીની કુંડળીને જોતા એમ કહી શકાય કે તે દેશના ટુકડાને ફરી જોડી શકવાની તાકાત ધરાવે છે. કોઈને મદદ કરવા માટે કે પછી તો નાના ટાપુ જેવા પ્રદેશ ભારતમાં પોતાની સુરક્ષાને લઈ ભળી જઈ શકે છે. આગામી દશ વર્ષ સુધી તો સ્થિર શાસનને જોતા દેશ વિકાસના રસ્તે આગળ વધશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે શત્રૂ વગર સિદ્ધી ન હોય તે કહેવત મુજબ જ્યારે તેમને મેષનો શનિ આવશે ત્યારે કદાચ નાની મોટી તકલીફ આવી શકે છે પણ તેનાતી કોઈ મોટો ફરક પડી શકે તેમ નથી.

યુનાઈટેડ સ્ટેટ ઓફ ઈન્ડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીને જોતા એવું પણ પ્રિડિક્શન સામે આવ્યુ કે તેમની પ્રમુખતામાં આગામી કેટલાક વર્ષમાં યુનાઈટેડ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો દરજ્જો મેળવી શકે છે. તેમની કુંડળીને લઈ અગત્યની વાત એ સામે આવી કે જ્યારે તેમની શનિ મહારાજની પનોતી ચાલી રહી હતી ત્યારે જ તે વડાપ્રધાન બન્યા હતા. હવે 29 એપ્રીલથી તેમની પનોતીની શરૂઆત થઈ છે તો તેમને વધારે બુસ્ટઅપ મળી શકે છે. કહી શકાય કે 2014નાં સમયમાં મેળવેલું ફળ હવે આગામી 2024નાં સમયમાં તેમને ફરીથી મળી શકે છે.

 

(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે પુરી પાડી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati