ઘરમાં મંદિરની સ્થાપના કરતા પૂર્વે જાણી લો આ નિયમ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !

ઘણાં પરિવારોમાં મંદિર રસોડામાં જ બનાવેલું જોવા મળે છે. પરંતુ, ક્યારેય પણ રસોડામાં મંદિર ન મૂકવું જોઈએ. એ જ રીતે મંદિરની સાથે રસોડું કે સ્ટોર રૂમ પણ ન પડતો હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.

TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:33 AM

ભક્તો જેટલાં ઉત્સાહથી પોતાનું ઘર (HOME) સજાવતા હોય છે, એનાથી પણ વધારે હરખભેર તેઓ ઘરમાં રહેલાં ભગવાનના ‘ઘર’ એટલે કે મંદિરને શણગારતા હોય છે. કારણ કે એ ઘરમાં રહેલું ‘મંદિર’ જ હોય છે કે જેની દિવ્ય ઊર્જાથી એક મકાન એ ઘર બને છે. ઘરમાં સ્થાપિત મંદિરની પવિત્રતાથી જ પરિવારજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. પણ કહે છે કે તેનાથી વિપરીત જો આ મંદિર પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવે તો તે ઘરમાં રહેનારાઓની પ્રગતિને પણ અવરોધી શકે છે ! ઘરમાં મંદિર કઈ દિશામાં સ્થાપવું જોઈએ એ વિશે તો બધાં ધ્યાન રાખતાં જ હોય છે. પરંતુ, મંદિર સ્થાપન સંબંધી જે ખૂબ જ જરૂરી છે તેવી બાબતોને જ ધ્યાને લેવાનું ભૂલી જાય છે.

ઘરમાં યોગ્ય સ્થાન પર મંદિર સ્થાપનાની વિધિનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ કેટલાંક નિયમોને અનુસરવાનું પણ છે. આ એ નિયમો છે કે જે ઘરની પવિત્ર ઊર્જાને અકબંધ રાખશે. કેટલીક નાની બાબતોને ધ્યાનમાં રાખીને તમે ઘરમાં જ કોઈ ‘દેવાલય’ જેવું વાતાવરણ અનુભવી શકશો ! આવો આજે કેટલીક આવી જ માન્યતાઓ વિશે જાણકારી મેળવીએ.

શું રાખશો ધ્યાન ?

એકથી વધુ મંદિર ઘરમાં ન રાખો

ઘરમાં ક્યારેય એકથી વધારે મંદિરની સ્થાપના ભૂલથી પણ ન કરવી ! માન્યતા અનુસાર તેનાથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે !

સીડીની નીચે કે ભોંયરામાં મંદિર ન રાખવું

ઘરની અંદર જ સીડી પડતી હોય તો ભૂલથી પણ તેની નીચે ક્યારેય મંદિર ન બનાવવું ! ભોંયરામાં પણ મંદિરનું નિર્માણ ન કરવું ! તેનાથી નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે !

મંદિર રસોડામાં ન રાખવું

ઘણાં પરિવારોમાં મંદિર રસોડામાં જ બનાવેલું જોવા મળે છે. પરંતુ, ક્યારેય પણ રસોડામાં મંદિર ન મૂકવું જોઈએ. એ જ રીતે મંદિરની સાથે રસોડું કે સ્ટોર રૂમ પણ ન પડતો હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.

કયા દેવતાની મૂર્તિ ન રાખવી ?

ઘરના મંદિરમાં ભૂલથી પણ શનિદેવની તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ. તેમજ પૂર્વજોની તસવીર પણ ઘરના મંદિરમાં ન મૂકવી. ઘરના મંદિરમાં આવી તસવીરોનું હોવું અશુભદાયી મનાય છે !

એક ભગવાનની કેટલી મૂર્તિ રાખવી ?

જો મંદિરમાં એક જ ભગવાનની બે મૂર્તિ હોય તો તેને એકબીજાની સામે ન રાખવી. તેમજ મંદિરની બે મૂર્તિ વચ્ચે ઓછામાં ઓછું એક ઈંચનું અંતર રાખવું જોઈએ.

સફાઇ રાખો

મંદિરની આસપાસ બિલ્કુલ પણ ગંદકી ન હોવી જોઈએ ! તે ઘરનું સૌથી પવિત્ર સ્થાન હોઈ હંમેશા જ સ્વચ્છ રાખવું જોઈએ. ત્યાં નિત્ય જ સાફ-સફાઈ કરવી જોઈએ.

મંદિરનો દરવાજો ખુલ્લો રાખવો

મંદિર એ ઘરનું સૌથી જાગ્રત સ્થાન છે. એટલે તેનો દરવાજો ક્યારેય બંધ ન કરવો જોઈએ.

આ ઉપરાંત કહે છે કે મંદિરની આસપાસ કે સામે ક્યારેય શૌચાલય તો ન જ હોવું જોઈએ ! તો મંદિર તરફ પગ રાખીને પણ ક્યારેય ન સૂવું જોઈએ. કહે છે કે આવી ભૂલો કરવાથી પૂજાના શુભફળની પ્રાપ્તિ નથી થતી ! આ બધી જ બાબતો લૌકિક અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. પણ, કહે છે કે આ નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો સમગ્ર ઘરનું વાતાવરણ પણ મંદિર જેટલું જ પવિત્ર ભાસવા લાગશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઘરના વાસ્તુદોષનું નિવારણ કરશે તુલસીનો એક છોડ ! જાણો તુલસીની વૈજ્ઞાનિક મહત્તા

આ પણ વાંચો : માતા એકાદશીની સાથે બિરાજ્યા દેવી બજ્રેશ્વરી, જાણો હિમાચલ પ્રદેશની શક્તિપીઠનો મહિમા

Follow Us:
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">