દરેક લોકો કરે છે જે શિવની આરાધના, તે શિવ કોની કરે છે આરાધના?

દરેક લોકો કરે છે જે શિવની આરાધના, તે શિવ કોની કરે છે આરાધના?
દેવોના દેવ મહાદેવ

દરેક લોકો કરે છે જે શિવની આરાધના, તે શિવ કોની કરે છે આરાધના? જોવા, દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે, મહાદેવ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી શક્તિશાળી મનાય છે. તેથી જ મહાદેવને દેવાધિદેવ કહેવામાં આવે છે.

Hasmukh Ramani

| Edited By: Bhavesh Bhatti

Jan 26, 2021 | 8:50 AM

દરેક લોકો કરે છે જે શિવની આરાધના, તે શિવ કોની કરે છે આરાધના? દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે, મહાદેવ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી શક્તિશાળી મનાય છે. તેથી જ મહાદેવને દેવાધિદેવ કહેવામાં આવે છે.

બ્રહ્મા, વિષ્ણુ સિવાય તમામ દેવી-દેવતા શિવને તેમના આરાધ્ય દેવ માને છે અને તેમની પુજા કરે છે. તમને ક્યારેય એવો સવાલ થયો છે કે, દેવોના દેવ મહાદેવ કૈલાશ પર્વત પર સમાધિમાં લીન રહે છે તો કોનું ધ્યાન કરે છે. આ વિડીયોમાં તમને જાણકારી મળશે કે ભગવાન શિવ કોનું ધ્યાન કરે છે.

તમે જાણતા હશો કે ભગવાન શીવ હંમેશા સમાધીમાં લીન રહે છે. એવુ કહેવાય છે કે, ભગવાન શીવ તેમના આરાધ્ય દેવનું ધ્યાન ધરતા હોય છે, જેનો ઉલ્લેખ પદ્મપુરાણના ઉતરાખંડમાં કરાયો છે.

પદ્મપુરાણમાં જણાવ્યા મુજબ એકવાર મા પાર્વતીએ મહાદેવને પુછ્યુ કે, હે પ્રભુ કૃપા કરીને જણાવો કે તમે જ્યારે સમાધીમાં લીન રહો છો તો કોનુ ધ્યાન ધરો છો, ત્યારે મહાદેજીએ કહ્યું કે, હે દેવેશ્વરી તમારા આ પ્રશ્નનો જવાબ ટુંક સમયમાં જ આપીશ. થોડા દિવસ બાદ મહાદેવ બુધ્ધ કૌશીક ઋુષિના સ્વપ્નમાં આવ્યા અને ઋષિને આદેશ આપ્યો કે તમે રામ રક્ષાસ્ત્રોત લખો, પરંતુ ઋષિ કૌશીકે વિનમ્રતાથી ભગવાન મહાદેવને કહ્યુ કે, હું રામ રક્ષાસ્ત્રોત લખવા અસક્ષમ છુ. આ સાંભળી મહાદેવે સ્વપ્નમાં જ ઋષિમુનીને સંપૂર્ણ રામ રક્ષાસ્ત્રોત સંભળાવ્યું અને બીજા દિવસે બુધ્ધ કૌશીક ઋષિએ રામ રક્ષાસ્ત્રોત લખ્યું.

આ ઘટના બાદ મહાદેવે માતા ગૌરીને કહ્યું કે, હે દેવી હું હંમેશા શ્રી રામ નામનું સ્મરણ કરુ છુ. એ સાંભળીને માતા ગૌરીએ મહાદેવને પુછ્યુ કે, હે સ્વામી રામ તો વિષ્ણુ ભગવાનનો અવતાર છે, તો તમે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાના બદલે શ્રી રામનું સ્મરણ કેમ કરો છો? ભગવાન મહાદેવે કહ્યું કે, દેવી હું શ્રી રામનું સ્મરણ એટલે કરૂ છુ કે, જેવી રીતે તરસ્યો માણસ જેટલી વ્યાકુળતાથી પાણીને યાદ કરે છે તેવી જ રીતે હું ભગવાન વિષ્ણુના સાક્ષાત સ્વરૂપનું શ્રી રામનું સ્મરણ કરૂ છું. જેવી રીતે ઠંડીની સિઝનમાં મનુષ્યો અગ્નિને યાદ કરે છે, દેવતા, પિતૃ, ઋષિ અને મનુષ્ય અખંડ ભગવાન વિષ્ણુનું ચિંતન કરે છે, જે રીતે પવિત્ર નારી હંમેશા તેના પતિને યાદ રાખે કરે છે અને ભયભિત મનુષ્ય નિર્ભય આશ્રય શોધે છે, લોભી વ્યક્તિ ધનનું ચિંતન કરે છે અને પુત્ર જન્મની ઇચ્છા રાખતા મનુષ્ય પુત્ર માટે વ્યાકુળ રહે છે. આ જ રીતે હું ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામનું સ્મરણ કરૂ છું.

ભગવાન વિષ્ણુ દ્વારા નિર્મિત સંપૂર્ણ જગત કર્મને આધિન છે અને કર્મ વિષ્ણુને આધિન છે. શ્રી રામ નામના જપથી તેનો નાશ થાય છે. શ્રી રામ નામના જપનું મહત્વ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ જેટલું છે. આ માટે હું હંમેશા શ્રી રામ નામનું સ્મરણ કરૂ છું.

એક અદ્દભૂત સંયોગ એ પણ છે કે ભગવાન શ્રી રામ પોતે ભગવાન શિવની આરાધના કરે છે. તમે જોયુ હશે કે, જ્યા પણ રામનું મંદિર હોય છે, ત્યા ભગવાન મહાદેવની શિવલીંગ હોય જ છે. શ્રી રામ શિવજીને સ્મરણ વગર કોઈપણ કાર્ય નથી કરતા અને મહાદેવજી શ્રી રામનું સ્મરણ કરે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati