ભરૂચમાં ગણેશ મહોત્સવની શરૂઆતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો અને તંત્ર હવે જાહેરનામાનો અમલ કરાવશે!
અંકલેશ્વરમાં વિશાળ ગણેશપ્રતિમા વીજતારને સ્પર્શવાથી સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનના મોત અને 5ને ઈજા પહોંચવાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જેમાં ગણેશ મંડળ, ઉત્સવ સમિતિ અને વહીવટી અધિકારીઓએ બેઠક યોજી હતી. જાહેરનામાના પાલનમાં ઉદાસીનતા મામલે ઉત્સવ સમિતિએ અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા. વિવાદિત બનેલા મામલાને થાળે પાડવા તંત્રએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભરૂચમાં POP […]

અંકલેશ્વરમાં વિશાળ ગણેશપ્રતિમા વીજતારને સ્પર્શવાથી સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનના મોત અને 5ને ઈજા પહોંચવાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જેમાં ગણેશ મંડળ, ઉત્સવ સમિતિ અને વહીવટી અધિકારીઓએ બેઠક યોજી હતી. જાહેરનામાના પાલનમાં ઉદાસીનતા મામલે ઉત્સવ સમિતિએ અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા. વિવાદિત બનેલા મામલાને થાળે પાડવા તંત્રએ ટાસ્ક ફોર્સની રચના કરી છે.
ભરૂચમાં POP અને વિશાળ પ્રતિમાઓ સામે નગરજનોની નારાજગી ચરમસીમાએ પહોંચતા આજે વહીવટીતંત્રએ ઉત્સવ સમિતિ અને ગણેશ મંડળના આયોજકો સાથે મિટિંગ યોજી સમસ્યાનો હલ લાવવા પ્રયાસ કર્યો હતો. ગણેશ ઉત્સવના માત્ર બે દિવસ અગાઉ POPની અને વિશાળ પ્રતિમાઓ ઉત્સવથી દૂર રાખવાનો પ્રયાસ આમ તો કાગળ પાર ઘોડા દોડાવવા સમાન જ હતો.
હિન્દૂ ઉત્સવ સમિતિ જાતે પર્યાવરણ અને શ્રીજી ભક્તોની સલામતીના જાહેરનામા માટે મક્કમતા દેખાડતા તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે ટીમ ગણેશઉત્સવ દરમિયાન જાહેરનામાના પાલન ન કરનારાઓને ઝડપી પાડવાની કાર્યવાહી કરશે. અધિક કલેકટર જે.પી અંસારીએ જણાવ્યું કે, એસડીએમના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સ બનાવાઈ છે જે પીઓપી પ્રતિમાઓ નજરે પડશે. તો જપ્તી સુધીની કાર્યવાહી કરશે.
ઉત્સવના બે દિવસ અગાઉ મિટિંગ અને ટાસ્ક ફોર્સની રચના ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવાની ઉક્તિ સાર્થક કરતા જણાઈ રહ્યા છે. ત્યારે હવે જાહેરનામાને સફળ બનાવવા ગણેશ મંડળ કેટલા સહમત થાય છે તે જોવું રહ્યું.
હિન્દૂ ઉત્સવ સમિતિએ વહીવટીતંત્રને સીધું નિશાન બનાવતા આક્ષેપ કાર્ય હતા કે, ૨૯ જુલાઈએ ભરૂચના અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી POP અને ૯ ફૂટથી ઊંચી પ્રતિમાઓ ઉપર પ્રતિબંધ લાદયો હોવા છતાં દરરોજ ભરૂચમાં ખુલ્લેઆમ પીઓપીની અને વિશાળ પ્રતિમાઓ પંડાલ તરફ રવાના થઈ રહી છે. જાહેરનામાના પાલનમાં ઉદાસીનતાના પગલેજ અંકલેશ્વરમાં વિશાળ મૂર્તિ વીજતારને સ્પર્શવાથી અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. હિન્દૂ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે પ્રસાશન જીપીસીબીને કહે એટલે જાહેરનામું પાડી દેવાય પણ જાહેરનામાના પાલન માટે એક્શન લેવાતા નથી. ૫ વર્ષથી જાહેરનામા બહાર પડે એજ માત્ર પ્રક્રિયા છે.