Bengal Assembly Election 2021 Phase-2 Voting Update: 30 બેઠક પર બીજા તબક્કાનાં મતદાનનો પ્રારંભ, શુભેન્દુ અને મમતા બેનર્જી વચ્ચે કાંટાની ટક્કર

Bengal Assembly Election 2021 Phase-2 Voting Update:  બંગયુદ્ધમાં જે દિવસની રાહ જોવાઈ રહી હતી એ દિવસ આવી ગયો છે. આજે બીજા તબક્કાનું મતદાન છે અને એ બઠક ઉપર પણ મતદાન યોજાશે કે જ્યાં મમતા દીદી અને શુભેન્દુ અધિકારીના ભાવી સીલ થશે. નંદીગ્રામ બેઠકની સાથે અન્ય બેઠકો પર પણ બીજા તબક્કામાં મહત્વના છે.

| Updated on: Apr 01, 2021 | 7:58 AM

Bengal Assembly Election 2021 Phase-2 Voting Update:  બંગયુદ્ધમાં જે દિવસની રાહ જોવાઈ રહી હતી એ દિવસ આવી ગયો છે. આજે બીજા તબક્કાનું મતદાન છે અને એ બઠક ઉપર પણ મતદાન યોજાશે કે જ્યાં મમતા દીદી અને શુભેન્દુ અધિકારીના ભાવી સીલ થશે. નંદીગ્રામ બેઠકની સાથે અન્ય બેઠકો પર પણ બીજા તબક્કામાં મહત્વના છે.

પશ્ચિમ બંગાળમાં જબરદસ્ત ટક્કર જોવા મળશે ત્યારે નંદીગ્રામ પર સૌની નજર રહેલી છે જ્યાં શુભેન્દુ અધિકારી અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે તો આ સાથે આ ખાસ બેઠકો રહેશે જેના પર સૌ કોઈની નજર બનેલી રહેશે .પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી કુલ 8 તબક્કામાં યોજાશે. 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ 1 એપ્રિલે કુલ 30 બેઠકો પર મતદાન થશે. જેમાં દક્ષિણ 24 પરગના જિલ્લામાં 4 બેઠક , પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં 9 બેઠક, બાંકુરા જિલ્લામાં 8 અને પૂર્વ મેદિનીપુરમાં 9 બેઠકો છે.

ટીવીનાઈન ઇલેક્શન ઈન્ટેલિજન્સ એન્ડ રિસર્ચ વિંગના વિશ્લેષણ અનુસાર, નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીઓ વચ્ચેની ચૂંટણીની લડાઈ ઉપરાંત આ બેઠકો પણ ખુબજ મહત્વની છે.

કઈ બેઠક પર નંદીગ્રામ ઉપરાંત પણ ચર્ચાના કેન્દ્રમાં 

ડેબરા બેઠકમાં ટીએમસીના હુમાયૂ કબીર જે એક્સ આઈપીએસ છે તો તેની સામે બીજેપીના ભારતી ઘોષ છે જે પણ એક્સ આઈપીએસ અધિકારી રહી ચુક્યા છે આ સાથે સાબંગ બેઠક પર ટીએમસીના માનસ રંજન ભુઈંયા છે તો સામે બીજેપીના અમૂલ્ય માઈતિ મેદાનમાં છે. ખડગપુર સદર બેઠક પર પ્રદીપ સરકાર મેદાને જંગમાં છે તો આજ બેઠક પર બીજેપીના હિરણમય ચટ્ટોપાધ્યાય ચૂંટણી જંગમાં જોડાયા છે. વાત કરીએ ચાંદીપુર બેઠકની તો અહીં સોહમ ચક્રવર્તી ટીએમસીના ઉમેદવાર છે જે બંગાળી ફિલ્મ અભિનેતા છે તો બીજેપીના પુલક કાંતિ ગુરિયા તેમને ટિકિટ મળી છે.

આમ એકતરફ બીજેપીના ઉમેદવારો છે તો બીજીબાજુ ટીએમસી પણ મેદાનમાં છે. બીજેપીમાં પૂર્વ ટીએમસી ઉમેદવારો પણ સામેલ છે તો ટીએમસીના એવા ઉમેદવારો છે કે જેમનો પહેલાથી જ દબદબો રહ્યો છે ત્યારે કોણ કેટલી સીટો મેળવશે અને જનતા આખરે કોના હાથમાં સત્તા સોંપશે એતો બીજી મેના રોજ જાણવા મળી જશે.

પશ્ચિમ બંગાળ સાથે આસામ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. 39 બેઠકો પર યોજાનાર મતદાન માટે રાજકીય પક્ષોના કુલ 345 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જેમાં 26 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે ત્યારે પોતાની પસંદના ઉમેદવારોને જીતાડવા માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થશે. મહત્વપૂર્ણ છે કે આસામમાં કુલ 3 તબક્કામાં મતદાન યોજાશે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે 72 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આસામ વિધાનસભાની કુલ 126 બેઠકો છે જેમાં ભાજપ વર્સેસ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">