TV9 Exclusive : ફ્લોર ટેસ્ટ પહેલા એકનાથ શિંદેએ બહુમતી હોવાનો કર્યો મોટો દાવો

બળવાખોરી બાદ સત્તાનુ સુકાન મેળવનાર  એકનાથ શિંદેની નવી સરકાર આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો (Floor Test)  સામનો કરશે.ત્યારે હાલ એકનાથ શિંદેએ TV 9 સાથેની વાતચીતમાં બહુમતી હોવાનો દાવો કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 12:22 PM

મહારાષ્ટ્રમાં(Maharashtra)  છેલ્લા ઘણા દિવસથી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. બળવાખોરી બાદ સત્તાનુ સુકાન મેળવનાર  એકનાથ શિંદેની નવી સરકારઆજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો(Floor Test)  સામનો કરશે.ત્યારે હાલ એકનાથ શિંદેએ TV9 સાથેની વાતચીતમાં બહુમતી હોવાનો દાવો કર્યો છે.તેણે કહ્યું કે,અમે જ અસલી શિવસેના છીએ.સાથે જ તેણે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)  જ હોવાનુ જણાવ્યુ છે.આ ઉપરાંત તેમણેબુલેટ પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટ પર યોગ્ય નિર્ણય લેવાનો રાગ આલોપ્યો છે.

એકનાથ શિંદે સરકારનુ આજે શક્તિ પરીક્ષણ

તમને જણાવી દઈએ કે, વિધાનસભામાં શક્તિ પરીક્ષણ પહેલા રવિવારે મોડી રાત્રે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પોતાના ધારાસભ્યો સાથે મુંબઈની એક હોટલમાં બેઠક કરી હતી. જેમાં ભાજપમાંથી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadanvis)  સહિત તમામ ધારાસભ્યો સામેલ થયા હતા.ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા છે.સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી દીધી છે તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હીપ નિયુક્ત કરાયા છે.તો બીજીતરફ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા.

તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી દીધી છે. તેમની સાથે-સાથે સુનીલ પ્રભુને પણ ચીફ વ્હીપના (Chief Whip) પદ પરથી હટાવી દેવાયા છે.જે બાદ ઉદ્ધવ જૂથના ધારાસભ્યો સામે એક મોટી મુશ્કેલી ઉભી થઈ છે.જો તેઓ ચીફ વ્હીપનો આદેશ નહીં માને તો તેમના વિરૂદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">