BANASKATHA : ડીસામાં શાતિર પતિનું પત્નીની હત્યાનું કાવતરુ , મિત્રને રૂપિયા આપી પત્નીનું અકસ્માતમાં કરાવ્યું મોત

BANASKATHA : જિલ્લાના ડીસામાં પતિ-પત્નીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો. ડીસાના CA લલિત માળીની પત્નીના અકસ્માતે મોત મામલે નવો વળાંક આવ્યો.

| Updated on: Feb 06, 2021 | 1:12 PM

BANASKATHA : જિલ્લાના ડીસામાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો. ડીસાના CA લલિત માળીની પત્નીના અકસ્માતે મોત મામલે નવો વળાંક આવ્યો. CA લલિત માળીએ મિત્રને રૂપિયા આપી પત્નીને અકસ્માતમાં મારી નંખાવી હતી. પતિ-પત્ની બંને પગપાળા દર્શને નિકળ્યા. આ સમયે અગાઉથી નક્કી થયેલા પ્લાન અનુસાર મિત્રએ ગાડીથી ટક્કર મારીને અકસ્માત સર્જયો. આ દુર્ઘટનામાં પત્નીનું મોત નિપજ્યું. CA પતિએ રૂપિયા આપીને પત્નીને મારી નાંખવાનું કાવત્રુ રચ્યું હતું. આ કેસમાં ભીલડી પોલીસે CAની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">