Banaskatha : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને તેની વચ્ચે સરકારે ગુજરાતની સરહદો પર RTPCR ટેસ્ટ ફરજીયાત કર્યો છે. 1 એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશતા પહેલા RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે. જે માટે બનાસકાંઠાની તમામ મુખ્ય ચાર ચેકપોસ્ટ પર આરોગ્ય તંત્રની ટીમો કાર્યરત કરાઈ છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેને લઇને હવે સરકાર એક્શન મોડમાં આવશે. ગુજરાત સરકારે થોડા દિવસ અગાઉ જ એક પરિપત્ર બહાર પાડી ગુજરાતની તમામ ઓર્ડર ઉપરથી જે વ્યક્તિઓ ગુજરાતમાં પ્રવેશ મેળવે છે. તેમના RTPCR ટેસ્ટ ફરજીયાત કર્યા છે.
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સીમાને અડીને આવેલો છે. બનાસકાંઠાની મુખ્ય ચાર ચેકપોસ્ટ પર ૧ એપ્રિલથી આરોગ્યની ટીમો જે પણ લોકો ગુજરાત માં પ્રવેસશે અને જે લોકોએ RTPCR ટેસ્ટ નહીં કરાવ્યો હોય તેમના ટેસ્ટ કરીને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સરકારના પરિપત્ર બાદ હવે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાતમાં પ્રવેશતા લોકોના RTPCR ટેસ્ટ બોર્ડર ઉપર જ થઈ જાય તે માટે ચાર લોકોની ટીમ બનાવવામાં આવી છે. જે ટીમ આજે પણ લોકોના RTPCR નહીં થયેલા હોય તેમના RTPCR કરી તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે.
જે બાદ ટેસ્ટમાં જો તે કોરોના સંક્રમિત જણાશે તો તેમને આપેલા સરનામા પર આરોગ્ય વિભાગની ટીમ જઈ તેમને કોરોન્ટાઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરશે. જેથી અન્ય રાજ્યમાંથી પ્રવેશ કરતા કોરોના સંક્રમિત લોકોની ઓળખ થાય અને કોરોનાનું સંક્રમણ ઘટે.
દેશભરમાં હાલ કોરોનાની લહેર છવાઇ ગઇ છે. ફરી ગુજરાત સહિત અનેક રાજયોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે ફરી એક રાજયમાંથી બીજા રાજયમાં જતા મુસાફરોથી કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે સરકાર સતર્ક બની છે. અને, રાજયની સરહદો પર આરોગ્ય વિભાગની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. જેથી કોરોનાના ચેપને ફેલાતો અટકાવી શકાય.