બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત: બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ, ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘટનામાં બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 10:57 AM

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો. બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ જવાની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસમાતમાં રિક્ષામાં સવાર ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. ઘટના ઘટતા જ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે. હાઈવે પર આ અકસ્માત સર્જાતા તે વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. અકસ્માતમાં રિક્ષા અને ટ્રકે આગ પકડી લેતા હાલમાં આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ મૃત્યુનો આંક જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. અકસ્માતના દ્રશ્યો જ ખુબ બિહામણા લાગી રહ્યા છે.

માહિતી અનુસાર રિક્ષા અને બે ટ્રક વચ્ચે બનેલી આ ઘટનામાં ત્રણથી ચાર લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. મામલતદાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો છે. અકસ્માતે રિક્ષામાં બેસેલા લોકોનો ભોગ લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. નજરે જોનારા કહેનારનું કહેવું છે કે પાલનપુર તરફથી આવતી ટ્રક આવી રહી હતી. એ સમયે રિક્ષામાં ત્રણ લોકો હતા. જેમાં બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા કચડાઈ ગઈ હોવાની માહિતી બહાર આવી હતી.

આ પણ વાંચો: Banaskantha: ફિલ્મી ઢબે ચકમો આપીને પોલીસની ગાડીમાંથી જ ભાગી ગયો આરોપી, ગંભીર ગુનાઓમાં થઇ હતી ધરપકડ

આ પણ વાંચો: ચિંતાજનક: સમય વિતવા છતાં આટલા લાખ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ, કોરોનાની ત્રીજી લહેર સામે કેમ મળશે રક્ષણ?

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">