BANASKANTHA : થરાદ MLA ગુલાબસિંહ રાજપુતે પૂર્વ આરોગ્ય અધિકારી પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, CM, DyCMને લખ્યો પત્ર

BANASKANTHA : પૂર્વ આરોગ્ય અધિકારીએ 49 રૂપિયાના માસ્કની 275 રૂપિયામાં ખરીદી કર્યાના આરોપ.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 14, 2021 | 6:04 PM

BANASKANTHA : થરાદના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. MLA ગુલાબસિંહ રાજપુતે આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે GMSCLના પરિપત્ર પ્રમાણે 49 રૂપિયામાં માસ્કની ખરીદી કરવાનો આદેશ હોવા છતાં પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ તેના મળતિયાને ફાયદો કરાવવા 275 રૂપિયામાં માસ્કની ખરીદી કરી હતી.

MLA ગુલાબસિંહ રાજપુતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખી આ અંગે યોગ્ય અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">