Banaskantha : પાલનપુરના વેડચાથી હોડા રોડ પરનો બ્રિજ તૂટ્યો, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્યો, જુઓ Video

ગત રાત્રિએ માત્ર બે જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં પાલનપુરમાં વરસાદી પાણીને લઈને ભારે હાલાકી સર્જાઈ છે. અનરાધાર વરસેલા વરસાદને લઈને પાલનપુરનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો.

  • Publish Date - 9:13 pm, Mon, 21 June 21 Edited By: Bhavesh Bhatti

Banaskantha : ગત રાત્રિએ માત્ર બે જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં પાલનપુરમાં વરસાદી પાણીને લઈને ભારે હાલાકી સર્જાઈ છે. અનરાધાર વરસેલા વરસાદને લઈને પાલનપુરનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. તો બીજી તરફ લડબી નદી પરનો બ્રિજ ધરાશાયી થયો હતો.

આગલી રાત્રે પાલનપુર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જવાને કારણે, ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. જેને લઈને પાલનપુરનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો.

સ્થાનિક રહેવાસીઓના રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જેને કારણે તેમાં રહેલી ઘર વખરી પણ પલળી ગઈ હતી. અગાઉ એક કોર્પોરેટરે પાણીના નિકાલને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

તો બીજી તરફ, પાલનપુરના વેડચાથી હોડા રોડ પરનો બ્રિજ તૂટ્યો છે. લડબી નદી પરનો બ્રિજ ધરાશાયી થતાં ચકચાર મચી જવા પામી છે. ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા આ બ્રિજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બ્રિજ તૂટવાના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : Vaccination in Gujarat : રાજ્યમાં પહેલી વાર એક જ દિવસમાં પોણા પાંચ લાખ લોકોનું રસીકરણ

Click on your DTH Provider to Add TV9 Gujarati