બાગેશ્વર ધામના દરબારમાં વિદેશી મહિલા પણ પહોંચવા લાગી, જુઓ Video

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. તેમના પર અંધશ્રદ્ધાથી લઈને મેલીવિદ્યા સુધીના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કે, તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેને ભગવાનના આશીર્વાદ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 3:46 PM

મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. તેમના પર અંધશ્રદ્ધાથી લઈને મેલીવિદ્યા સુધીના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કે, તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેને ભગવાનના આશીર્વાદ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સતત હેડલાઇન્સમાં રહેવાના કારણે લોકો તેમના વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ  વાંચો: પ્રસિદ્ધ કથાકાર જયા કિશોરી પર બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, લગ્નનને લઈ કરી આ વાત

એક વીડિયો સામે આવ્યો છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે હાલ અંગ્રેજ પણ આવ્યા છે દરબારમાં આર્શીવાદ લેવા અમારા બાગેશ્વર ધામનો શું મહિમા છે એ આ લોકોને પુછો, ત્યારે એક વિદેશી મહિલાને બોલાવે છે. ત્યારબાદ જણાવે છે કે વિદેશી મહિલા બાગેશ્વર ધામ પણ ગઈ હતી અને કથા પણ સાંભળી હતી તેને એવી પ્રેરણા લાગી કે તે મારી સૌથી સારી સિસ્ટર છે અને તેને જે અનુભવ થયો છે તે તમારા લોકો કરતા પણ વધુ છે.

વિદેશી મહિલાએ બાગેશ્વર ધામમાં થયેલા પોતાના અનુભવો જણાવ્યા હતા અને ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાગેશ્વર ધામ વિશે પોતાની ભાવના વ્યક્ત કરી હતી. આગળ મહિલાએ જણાવ્યું કે તમે બધા ભાગ્યશાળી છો કે તમારી પાસે આવા ગુરૂજી (ધીરેન્દ્ર શાસ્ત્રી) છે. મને ગર્વનો અનુભવ થાય છે કે મારા જેવી સામન્ય મહિલાને તેમના વિશે બોલવાની આ તક મળી.

મહિલાએ આગળ જણાવ્યું કે જ્યારે મારા મિત્રોએ મને તેમના વિશે જણાવ્યું ત્યારે મને કોઈ રસ ન હતો પરંતુ મારા મિત્રોની ખુશી માટે હું તેમના સાથે આવી. પરંતુ મે જ્યારે તેમને જોયા તો મને એક અલગ જ દુનિયાનો અનુભવ થયો. આગળ મહિલાએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ઘણી વાતો કહી અને પોતાને થયેલા અનુભવ વિશે ઘણી માહિતી આપી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">