બાળકીએ માતાનો વેડિંગ ડ્રેસ પહેર્યો, તેની ક્યુટનેસ તમને પીગળાવી દેશે- જુઓ વાયરલ વિડીયો

બાળકીએ માતાનો વેડિંગ ડ્રેસ પહેર્યો, તેની ક્યુટનેસ તમને પીગળાવી દેશે- જુઓ વાયરલ વિડીયો
Toddler & Mother's Viral Video Image

બાળકો અને તેમની નિર્દોષતા, તેમના તોફાનો- કોઈપણ માતાપિતા માટે ખુબ જ કિંમતી સંભારણા સમાન હોય છે. તાજેતરમાં આ બાળકીનો તેની માતાનો વેડિંગ ડ્રેસ પહેરેલો ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 31, 2022 | 7:45 PM

ઇન્સ્ટાગ્રામ (Instagram) એ એક એવું પ્લેટફોર્મ છે કે, જેમાં લોકો અનેક વિષય પર વાયરલ વિડિયોઝ નિહાળી શકે છે. ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં એક નાનકડી બાળકીનો આ ક્યુટનેસથી ભરપૂર વિડીયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. પા-પા પગલી ભરી રહેલી આ બાળકીની ક્યૂટ ચેષ્ટાઓ અને તેની માતાનો વેડિંગ ડ્રેસ (Wedding Dress) પહેરેલો આ વિડીયો કોઈપણ પાષાણ હૃદયના માણસનું દિલ પીગળાવી દેવા માટે કાફી છે.

બાળકો ઘણીવાર તેમના માતા-પિતાની જેમ પોશાક પહેરવા માંગે છે, અને આ છોકરી તેની માતાના વેડિંગ ગાઉનને જોઈને તેને અજમાવવા માંગતી હતી. માતાના વેડિંગ ગાઉન પહેરેલી આ નાનકડી  છોકરીનો આ વાયરલ વીડિયો જોઈને બેશક તમારું દિલ પીગળી જશે. અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડિયો કાયલા બુએલ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગત તા. 15/03/2022ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 3.40 લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. માતાએ તેની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતા લખ્યું કે, “મારા નાના બાળકે આજે મારા લગ્નનો ડ્રેસ પહેરવાનો પ્રયાસ કર્યો અને મારું હૃદય પીગળી ગયું.” આ નાની છોકરી તેની માતાના વેડિંગ ડ્રેસમાં એટલી મનોહર લાગે છે કે લોકો તેની ક્યુટનેસ જોયા બાદ ફિદા થઇ રહયા છે.

અમે તમને જણાવી દઈએ કે, આ નાનકડી બાળકીએ તેની માતાના લગ્નના પહેરવેશમાં પોઝ આપે છે, તેની સાઈઝ ખુબ જ મોટી છે. છતાં પણ આ બાળકીએ તેની ક્યુટનેસ જાળવી રાખી છે.

“મારા લગ્નમાં તેણીને આમંત્રણ ન આપવા બદલ તેણી હંમેશા મારા પર ગુસ્સે થાય છે.  બેબી ગર્લ! હું તમને ખુબ જ પ્રેમ કરું છું, ”વિડીયોના કેપ્શનમાં આ બાળકીની માતાએ લખ્યું છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

“જ્યારે તે મોટી થશે ત્યારે તે ચોક્કસપણે એક સુંદર કન્યા બનશે,” એક Instagram યુઝરે ટિપ્પણી કરી. તો બીજાએ કહ્યુ “ખાસ કરીને ભવિષ્ય માટે આ એવા અદ્ભુત ફોટા છે! ખૂબ કિંમતી!”  આ વીડીયો જોઈને ત્રીજાએ કહ્યુ “મારી પુત્રી આગ્રહ કરતી રહી કે તેણીને મારો લાંબો વેડિંગ ગાઉન પણ જોઈએ છે!”

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિલા વિડિયો ક્રિએટર અને યુટ્યુબર પણ છે. હાલમાં  ઈન્સ્ટાગ્રામ પર તેના 44,000થી વધુ ફોલોઅર્સ છે. તેની માતાના વેડિંગ ગાઉન પહેરવાનો પ્રયાસ કરતી નાની છોકરીના આ ક્યૂટ વિડિઓ વિશે તમે શું વિચારો છો?

આ પણ વાંચો – ‘પૉપ સુપરસ્ટાર’ જસ્ટિન બીબર તેની કેનેડા અંગેની ટિપ્પણી બદલ કોન્સર્ટમાં થયો ખુબ જ ટ્રોલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati