Ayesha Suicide Case : રિમાન્ડ દરમિયાન પોલીસે આયશાના પતિ આરીફનો ફોન જપ્ત કર્યો

Ayesha Suicide Case : આયશા આત્મહત્યા કેસમાં આરીફના ફોનમાંથી પોલીસને ઘણા સંયોગીક પુરાવાઓ મળી શકે છે, આ વાતના ભયને કારણે જ ધરપકડ વખતે આરીફે પોતાનો ફોન ગાયબ કરી દીધો હતો.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 04, 2021 | 6:38 PM

Ayesha Suicide Case : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આયશા આત્મહત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આયશા આત્મહત્યા કેસ (Ayesha Suicide Case) માં પોલીસે આયશાના પતિ આરીફ ખાનની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આરોપ અંતર્ગત ધરપકડ કરી હતી. આયશાના પતિ આરીફ ખાનને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરતું કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આયશાની આત્મહત્યામાં કારણભૂત માનવામાં આવતા પતિ આરીફ ખાનના રિમાન્ડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રિમાન્ડ દરમિયાન આરીફનો ફોન કબજે કર્યો છે. આરીફના ફોનમાંથી પોલીસને Ayesha Suicide Case માં ઘણા સંયોગીક પુરાવાઓ મળી શકે છે. આ વાતના ભયને કારણે જ ધરપકડ વખતે આરીફે પોતાનો ફોન ગાયબ કરી દીધો હતો અને પોતાના મિત્રને ફોન આપી દીધો હતો. જો કે હવે આ ફોન દ્વારા જ આરીફ વિરુદ્ધ પુરાવાઓ મળી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">