આયશા આત્મહત્યા કેસ: આયશાના પતિ આરીફની રિવરફ્રન્ટ પોલીસે ધરપકડ કરી

અમદાવાદની આયશાને મરવા માટે મજબુર કરનાર ક્રૂર પતિ આરીફની રિવરફ્રન્ટ પોલીસે ધરપકડ કરી. પોલીસ તપાસમાં અનેક હક્કીતો સામે આવી રહી છે.

  • TV9 Webdesk13
  • Published On - 21:28 PM, 2 Mar 2021
આયશા આત્મહત્યા કેસ: આયશાના પતિ આરીફની રિવરફ્રન્ટ પોલીસે ધરપકડ કરી
Ayesha Suicide Case

અમદાવાદની આયશાને મરવા માટે મજબુર કરનાર ક્રૂર પતિ આરીફની રિવરફ્રન્ટ પોલીસે ધરપકડ કરી. પોલીસ તપાસમાં અનેક હક્કીતો સામે આવી રહી છે. જેમાં વટવામાં આઇશાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ આરોપી પતિ આરીફ પત્ની આઇશા સાથે એક પણ વખત વાતચીત કરી ન હતી.

આઇશા પતિ આરીફને અનેક વખત ફોન કરતી હતી, પરતું આરોપી પતિ ફોન ઉપાડતો ન હતો. જેથી આરોપી આરીફ પ્રેમ કરતો ન હતો સાથે જ આપઘાતના દિવસે બન્ને વચ્ચે વાતચીતમાં સૌથી વધુ બાળક મિસ કેરેજને લઈ વાતચીત કરી હતી. આઇશાને મરવા મજબૂર કરનાર ક્રૂર પતિ આરીફ હવે અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. પોલીસ આરોપીની વધુ પૂછપરછમાં અન્ય પ્રેમ સંબંધ અંગે ખુલાસા થઈ શકે છે. જે માટે પોલીસે આરોપી આરીફખાનની ફોન ડિટેઇલ અને CDR મેળવી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરીફનો ફોન કબ્જે કરવા તજવીજ હાથ ધરી, ત્યારે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ થતા ભાગતો ફરતો અને બહેનના ઘરે રોકાયો હતો. હાલ રિવરફ્રન્ટ પોલીસ આરોપીની વધુ પૂછપરછ માટે આવતીકાલે કોર્ટમાં રિમાન્ડ માગણી કરશે.