Ayesha suicide case: આયેશાએ પતિ આરીફને લખેલા ભાવુક પત્રમાંથી થયા અનેક ચોંકાવનારા ખુલાસા

દેશભરમાં ચકચાર જગાવનાર આયેશા (Ayesha) આત્મહત્યા કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આયેશાના (Ayesha) પતિ આરીફના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસે આરીફના વધુ રિમાન્ડ ન માગતા આરીફને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 07, 2021 | 1:12 PM

દેશભરમાં ચકચાર જગાવનાર આયેશા (Ayesha) આત્મહત્યા કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આયેશાના (Ayesha) પતિ આરીફના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસે આરીફના વધુ રિમાન્ડ ન માગતા આરીફને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો છે.

તો બીજી તરફ આયેશાનો આરિફને લખાયેલો એક ભાવુક પત્ર પણ સામે આવ્યો છે. જેમાં આયેશાએ આસીફને લઈને થઈ રહેલી ચર્ચાઓ પર સ્પષ્ટતા કરી છે. આયેશાએ આરિફને ઉદ્દેશીને લખ્યું કે તારી કરતૂતો છુપાવવા તે મારી ખોટી વાત ફેલાવી. હું તારા સિવાય કોઈની હતી નહીં. અને કોઈની ન થઈ શકું એટલા માટે જ દુનિયાને અલવિદા કરી રહી છું. આયેશાએ પોતે ગર્ભવતી હોવાનો અને પતિ રૂમમાં બંધ કરીને મારઝૂડ કરતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મારા પ્રેમ આરુ
આરુ, થઈ શકે તો મને માફ કરજે. અને બીજી એક વિનંતી પણ છે કે મારાથી નફરત ના કરીશ. ઘણી એવી વાતો છે જે મેં તને નથી જણાવી. આરુ, આસીફ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને મારો બેસ્ટ ભાઈ. મને ખરાબ લાગ્યુ કે તે તારી કરતૂતોને છુપાવવા માટે મારુ નામ તેની સાથે જોડયુ, આરુ, એક વાર મને પૂછયું હોત તો તમામ વાતનું સમાધાન મળી જાત. પણ તારી પાસે સમય જ ન હતો, તુ હંમેશા તારા કામમાં વ્યસ્ત રહેતો અને તને મારી વાત ફાલતું લાગતી. હું જાણું છું કે તું મારાથી કંટાળી ગયો છે. તારા દિમાગમાં મારા માટે ખોટું ચાલી રહ્યું છે. આરુ, હું તારાથી ખૂબ નારાજ છું. ખુબ દગો આપ્યો છે તે મને આટલું બધુ થઈ ગયા પછી પણ હું તને પ્રેમ કરુ છું, અને તારા સિવાય હું કોઈ બીજાની નહિ થઈ શકું.એટલે જ મેં વિચાર્યુ છે કે હું બધાથી દૂર જતી રહું, અહીયા ના મારી કોઈને ફિકર છે ના મારી ઈજ્જતની. આરુ, 4 દિવસથી હું રૂમમાં બંધ હતી, ભૂખી તરસી રહી. તું મને જોવા પણ ના આવ્યો, તને ખબર હતી કે હું ગર્ભવતી છું. મને જોવા નહીં પણ મારવા આવતો. મારો નાનો આરૂ ન રહ્યો એટલે હવે હું એની પાસે જાવ છું. તારી પાસે સમય નથી કોઈ વાંધો નહિ, મને હેરાન કરવાનો તને હક છે. પણ હાં એટલું કહીશ કે મેં તને દગો નથી આપ્યો. તું હંમેશા મને ટાળતો રહ્યો, મને દુ:ખી કરી, મારી ઈજ્જત ના સાચવી, મારો હક હતો તારા પર પત્ની તરીકેનો, આરુ તું મારા ગયા પછી મારી ખોટી વાત ના બનાવીશ, તે હસતા-રમતા જીવને આઝાદી આપી, એક નહિ બેને.. માફ કરજે, હું તને પ્રેમ કરું છું, મારો હક તારા પર બાકી છે, હું ખોટી નથી, ખરાબ તારી માનસિકતા છે બધી સ્ત્રીઓ પ્રત્યે, કંઈ નહિ તને મારી પરવાહ નથી, પણ એક વાત કહું આજે પણ હું તારી આંખો પર ફિદા છું, પણ કેમ એ હું તને આવતા જન્મમાં કહીશ, વિશ્વાસ રાખ.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">