પોલીસના ડંડાથી બચવા માટે અદ્ભુત જુગાડ, વિડીયો જોઇને વિચારતા રહી જશો

પોલીસના ડંડાથી બચવા માટે એક વ્યક્તિએ ગજબનો દેશી જુગાડ શોધી કાઢ્યો હતો. જે બાદ તેનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

પોલીસના ડંડાથી બચવા માટે અદ્ભુત જુગાડ, વિડીયો જોઇને વિચારતા રહી જશો
દેશી જુગાડ

સોશિયલ મીડિયા પર ઘણીવાર ફની વીડિયો બનાવવામાં આવે છે. જુગાડના આ ઘણા વીડિયો પણ વાયરલ થયા છે. ઘણી વાર આ વિડિઓઝ જોતી વખતે હસી પડાય છે. કેટલીકવાર આશ્ચર્ય પણ થાય છે. ઘણી વાર, ‘જુગાડ ટેકનોલોજી’ જોઈને લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ આઈડીયા આવ્યો કઈ રીતે હશે. આ વિડિઓ જોયા પછી તમે પણ તે જ કહી શકો છો. કારણ કે લોકડાઉનમાં પોલીસના ડંડાથી બચવા માટે વ્યક્તિએ જે પ્રકારનો આઈડીયા લાવ્યો છે તે જોઈને લોકો કહેતા હશે કે ‘આઈન્સ્ટાઈન પણ આની આગળ ફેલ છે’.

આપણે બધા જાણીએ છીએ કે આજકાલ લોકો ‘જુગાડ’ ટેકનોલોજીનો જોરદાર ઉપયોગ કરે છે. ખાસ કરીને ભારતમાં લોકો તેનો ઉપયોગ તદ્દન જુદી જુદી રીતે કરે છે. હવે આ વ્યક્તિને જ જુઓ તેણે જે આઈડીયા લગાડ્યો છે તે બહુ સ્માર્ટ છે. તમે વિડિઓમાં જોઈ શકો છો એક વ્યક્તિ સાયકલ પર જઈ રહ્યો છે. તે જ સમયે તેણે પીઠ પાછળ એસ્બેસ્ટોસની સીટ લગાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉનમાં પોલીસના ડંડા ન પડે તે માટે વ્યક્તિએ આવો આઈડીયા કાઢ્યો છે.જુઓ આ રમુજી વિડીયો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વિડીયો

કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કર્ણાટકના ઉદૂપીનો છે. ટ્વિટર પર આ વીડિયો ‘Ralph Alex Arakal’ નામના વપરાશકર્તા દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથેની લખ્યું છે કે, ‘આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક માણસ બધી સલામતી સાથે સાયકલ પર સવાર થઇ ને જઈ રહ્યો છે. પોલીસના ડંડાથી બચવા માટે તેણે હેલ્મેટ, ફેસ માસ્ક પણ બનાવ્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો પણ હસી રહ્યા છે. તે જ સમયે આ જુગાડ ટેકનીકની પ્રશંસા કરી રહ્યા છે. આ વિડિઓને અત્યાર સુધીમાં 9 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે તેનો આનંદ માણતી વખતે તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: PM Kisan Yojana: વડાપ્રધાન મોદીએ કહ્યું- બંગાળના લાખો ખેડુતોને મળ્યો પહેલો હપ્તો, સંખ્યા હજુ વધશે

આ પણ વાંચો: આ અભિનેતાને વેચી કાઢી લાખોની બાઈક, જાણો પછી એ પૈસાથી કેવી રીતે કરી કોરોના દર્દીઓની મદદ