Andhra Pradesh: નેલ્લોર જિલ્લામાં કોરોનાની આયુર્વેદિક દવાને અપાઇ મંજૂરી, દવા અંગે જલ્દી રિપોર્ટ આપવા આદેશ

Andhra Pradesh:  નેલ્લોર જિલ્લામાં કોરોનાની આયુર્વેદિક દવાને આંધ્રપ્રદેશ સરકારે મંજૂરી આપી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આ દવા લેવા માટે લોકોની લાંબી લાઇન લાગી હતી.

| Updated on: May 31, 2021 | 6:15 PM

Andhra Pradesh:  નેલ્લોર જિલ્લામાં કોરોનાની આયુર્વેદિક દવાને આંધ્રપ્રદેશ સરકારે મંજૂરી આપી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આ દવા લેવા માટે લોકોની લાંબી લાઇન લાગી હતી. જે બાદ આંધ્રપ્રદેશ સરકારે આ આયુર્વેદિક દવાની ક્ષમતા ચકાસવા માટે ભારતીય આયુર્વેદિક આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદમાં મોકલાવાનો ફેંસલો કર્યો હતો. તો ખુદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ કે જેઓ પોતે નેલ્લોર જિલ્લાના છે, તેમણે પણ આયુષ પ્રધાન કિરણ રિજિજૂને આ દવાનું અધ્યયન કરી જલ્દીમાં જલ્દી રિપોર્ટ આપવા કહ્યું હતું.

આ દવા આયુર્વેદિક ડોક્ટર આનંદૈયા કૃષ્ણાપટ્ટનમ દ્વારા તૈયાર કરાઈ છે. રાજ્ય સરકારે કહ્યું કે તે દવા આપવામાં વાંધો નથી. CCRASના રિપોર્ટ અનુસાર તેને પરવાનગી મળી છે. જો કે આંખમાં ટીપા નાંખવાની મનાઈ કરી છે, દાવો એવો હતો કે આ દવાના બે ટીપાં આંખમાં અથવા ઓરલી આપવામાં આવે છે, અને ટીપાં નાંખ્યા પછી ઑક્સિજન લેવલ વધવા લાગે છે. પરંતુ સરકારે ઓરલી દવા આપવાની પરવાનગી આપી દીધી છે.

 

અહીં નોંધનીય છેકે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારી આયુર્વેદિક દવા લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં ચમત્કારી દવા દ્વારા કોરોના સંક્રમણ મટી જતું હોવાનો વીડિયો વાયરલ થયો તે સાથે જ લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન તે સ્થળે કોરોના પ્રોટોકોલના પણ ધજાગરા ઉડ્યા હતા. આ દવાની માંગને ધ્યાનમાં લઈને આંધ્ર પ્રદેશ સરકારે દવાને પરીક્ષણ માટે ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદ (આઈસીએમઆર) પાસે મોકલવાનો નિર્ણય લીધો છે.

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારી દવા ખરીદવા માટે લોકોની ભીડ જામી રહી છે. આ દવા મેળવવા માટે પાડોશી રાજ્યના લોકો પણ આવી રહ્યા છે. આ ચમત્કારી દવા મેળવવા માટે કોરોના પ્રોટોકોલના પણ ધજાગરા ઉડાડાઈ રહ્યા છે. આયુર્વેદિક ચિકિત્સક બી. આનંદૈયા કૃષ્ણાપટ્ટનમ જિલ્લા ખાતે આ દવાનું વિતરણ કરી રહ્યા છે. તેઓ પહેલા ગામના સરપંચ અને બાદમાં મંડલ પરિષદના સદસ્ય પણ રહી ચુક્યા છે. તેમણે 21મી એપ્રિલથી આ દવાનું વિતરણ શરૂ કર્યું હતું.

સંશોધકો નેલ્લોર પહોંચશે

નાયબ મુખ્યમંત્રી શ્રીનિવાસે જણાવ્યું કે, તેમણે આઈસીએમઆર અને અન્ય નિષ્ણાતો પાસે દવાનો અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો છે. જેથી દવાની અસરકારકતા અંગે જાણી શકાય. પ્રદેશ સરકારે ‘કૃષ્ણાપટ્ટનમ દવા’ તરીકે લોકપ્રિય થયેલી આ દવાના ફોર્મ્યુલેશનના ઓન ધ સ્પોટ અભ્યાસ માટે નિષ્ણાતોની એક ટીમ નેલ્લોર મોકલવાનો નિર્ણય લીધો છે.

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">