કોરોનાકાળમાં 3 સ્ક્રીન પર ફિલ્મ દર્શાવતા મલ્ટીપ્લેક્સને કરાયુ બંધ

સુરતના ઉધના ચાર રસ્તા પાસે આવેલ રિલાયન્સ મોલમાં ( Reliance Mall, ) આઈનોક્સ થિયેટરમાં ( Inox Theater ) દર્શકોને ફિલ્મ દર્શાવવામાં આવતી હતી.

  • Bipin Prajapati
  • Published On - 12:58 PM, 2 Apr 2021
કોરોનાકાળમાં 3 સ્ક્રીન પર ફિલ્મ દર્શાવતા મલ્ટીપ્લેક્સને કરાયુ બંધ
આઈનોક્સ મલ્ટીપ્લેક્સમા ફિલ્મ દર્શાવાતી હોવાથી મલ્ટીપ્લેકસ કરાવાયુ બંધ

સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતા, મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે. મલ્ટી પ્લેક્સ ( Multi plex ) થિયેટરમાં ફિલ્મો દર્શાવવામાં આવતી હોવાની વિગતો સામે આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતુ થઈ ગયું હતું. સુરતના ઉધના ચાર રસ્તા પાસે આવેલ રિલાયન્સ મોલમાં ( Reliance Mall, ) આઈનોક્સ થિયેટરમાં ( Inox Theater ) દર્શકોને ફિલ્મ દર્શાવવામાં આવતી હતી. સુરત મહાનગરપાલિકાની ટીમે રિલાયન્સ મોલમાં જઈને આઈનોક્સ થિયેટરમાં તપાસ કરી. જેમાં આઈનોક્સ મલ્ટીપ્લેકસ થિયેટરની ત્રણ  સ્કીન ઉપર  ફિલ્મ પ્રદર્શીત કરવામાં આવતી હતી. આ અંગે સુરત મહાનગરપાલિકાની ટીમે, આઈનોક્સ થિયેટરના સંચાલકોને ચિમકી આપી હતી કે, હવે પછી જો સિનેમાગૃહ ચાલુ રહેશે તો સમગ્ર સિનેમાગૃહને સીલ કરી દેવાશે.