Ahmedabad: GMDCની ધન્વંતરી હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ, ડૉક્ટરો અને કર્મચારીઓની ભરતી માટે અધિકારીઓની મથામણ

GMDCની ધન્વંતરી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની છે. મોટે ઉપાડે કરાયેલી જાહેરાતો બાદ હજુ પણ પરિસ્થિતિ જેમની તેમ છે.

| Updated on: Apr 28, 2021 | 4:36 PM

અમદાવાદ: GMDCની ધન્વંતરી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની છે. મોટે ઉપાડે કરાયેલી જાહેરાતો બાદ હજુ પણ પરિસ્થિતિ જેમની તેમ છે. 900 બેડની ધન્વંતરી હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે. સિનિયર ડૉક્ટરો તેમજ વર્ગ-4 ના કર્મચારીઓની ભરતી માટે અધિકારીઓની મથામણ ચાલી રહી છે. સિનિયર ડૉકટરો તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના અભાવે વેન્ટિલેટરથી દર્દીઓ વંચિત છે. પલ્મોનોલોજીસ્ટ, એનેસ્થેટિક અને ક્રિટિકલ કેર એક્સપર્ટને 3 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરવામાં રસ નથી. સિનિયર તબિબોના અભાવે વેન્ટિલેટર બેડનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી.

 

આ પણ વાંચો: સરકારનો મહત્વનો નિર્ણય, ધારાસભ્યો ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાનો ઉપયોગ કોરોનાની સારવારમાં ઉપયોગી સંસાધનની ખરીદી માટે કરી શકશે 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">