Ahmedabad: કોરોનાનાં કપરા કાળમાં પણ કાળી કમાણી છોડે એ માણસ નહી, દર્દીનાં સગા પાસે ચા પાણી માગતો સિવિલનો વિડિયો વાયરલ

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટ દાખલ થાય ત્યારે તેની પાસે કર્મચારીના ચા પાણી પેટે રૂપિયા પડાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે કે જેમાં હોસ્પિટલના કર્મચારી દર્દીના સગા પાસેથી પૈસા માગે છે.

| Updated on: Apr 06, 2021 | 9:11 AM

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટ દાખલ થાય ત્યારે તેની પાસે કર્મચારીના ચા પાણી પેટે રૂપિયા પડાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે કે જેમાં હોસ્પિટલના કર્મચારી દર્દીના સગા પાસેથી પૈસા માગે છે. પહેલાં આ વીડિયોને જુઓ તેમાં કઈ રીતે કર્મચારીના હાથમાં રોકડા મૂકવામાં આવે છે પણ આ પૈસા ઓછા પડે અને તેને વધારે આપવા માટે પણ કહેવામાં આવે છે. દર્દીના સગાએ આ મામલે હોસ્પિટલના કર્મચારીઓ સામે આક્ષેપ કરી કાર્યવાહીની માગ કરી છે.

જોકે આ વિડિઓ વાયરલનો થતાં અને અધિકારીને તેની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. લક્ષ્મણ કહાર નામના દર્દીની તબિયત સારી ન હોવાથી તેને સિવિલ લવાયા હતા, ત્યાં તેમની પાસે જ્યાં ચા પાણી પેટે નાણાં માગવામાં આવ્યા હોવાનો દર્દીના સગાઓનો આક્ષેપ છે. પૈસા ઓછા હોવાથી તેમને ધમકી અપાયાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. જોકે આ વીડિયો વાયરલ થયા બાદ સિવિલના સુપરિટેન્ડન્ટે મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને યોગ્ય કાર્યવાહીની તૈયારી પણ બતાવી છે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલની બેડમાં સતત વધારો થઈ રહ્યો છે, પાછલા 10 દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંક સતત ઉપર જતા ખાનગી હોસ્પિટલના 77 ટકા જેટલા બેડ ભરાઈ ગયા છે અને 23 ટકા બેડ જ હવે ખાલી રહ્યા છે. મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલમાં 1460 આઈસોલેશન બેડ પૈકી 1085 બેડ ભરાયા છે. વેન્ટિલગરના 83 ટકા બેડ જ્યારે વેન્ટિલેટર સાથેના 77 ટકા બેડ હોસ્પિટલમાં ભરાયા છે. આમ 851 ICU બેડ પૈકી 690 બેડ પણ પોઝિટિવ કેસ બાદ ભરાયા છે.

જણાવવું રહ્યું કે કોરોનાના વધતા કેસો સાથે ટેસ્ટિંગ માટે સામાન્ય લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. કોર્પોરેશનના ટેસ્ટિંગ ડોમમાં સવારથી જ લાંબી લાઈનો લાગે છે. ટેસ્ટિંગ કિટોની અછતને કારણે બપોર સુધીમાં મોટાભાગના ડોમ બંધ થઈ જાય છે. ડોમમાં ટેસ્ટિંગ માટે મર્યાદિત કિટો જ આપવામાં આવે છે જેને કારણે ટેસ્ટિંગ માટે લોકોનો ધસારો હોવાથી કિટો ખાલી થઈ જાય છે અને તરત જ ડોમ બંધ કરી દેવામાં આવે છે. ચંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કિટો ખાલી થઈ જતા 12.30 વાગ્યે જ ટેસ્ટિંગ ડોમ બંધ કરી દેવાયો હતો. એવી જ સ્થિતિ સિલ્વર સ્ટાર ચાર રસ્તા અને પ્રભાત ચોક ચાર રસ્તા પરના ડોમની પણ છે કે જ્યાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ટેસ્ટિંગ થતું નથી.

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">