Ahmedabad : હોસ્પિટલો સામે તંત્રની લાલ આંખ, કોરોના દર્દીઓ પાસેથી વધુ ફી વસુલતા AMC એ હોસ્પિટલોને પાઠવી નોટિસ

કોરોના દર્દીઓની સારવાર માટે સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોનાં (Private Hospital) ફી ચાર્જ નક્કી કર્યા છે. હાલ, અમદાવાદના 50 કોરોના દર્દીઓ પાસેથી હોસ્પિટલોએ વધુ ફી ચાર્જ કરાતા AMC એ હોસ્પિટલોને નોટીસ પાઠવી છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 13, 2021 | 2:28 PM

Ahmedabad : કોરોના દર્દીઓની સારવાર માટે સરકારે પ્રાઈવેટ  હોસ્પિટલોનાં (Private Hospital) ફી ચાર્જ નક્કી કર્યા છે. હાલ, અમદાવાદના 50 જેટલા કોરોના દર્દીઓ પાસેથી હોસ્પિટલોએ વધુ ફી ચાર્જ કરાતા AMC એ હોસ્પિટલોને નોટીસ પાઠવી છે.

કોરોનાની બીજી લહેરમાં (Second Wave) દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં જગ્યા ન મળતા ફરજીયાત ખાનગી હોસ્પિટલોનો સહારો લેવા મજબુર બન્યા હતા. મહામારીમાં (Epidemic) પણ માનવતા મરી પરવારી હોય એમ હોસ્પિટલો દર્દીઓ પાસેથી તોતિંગ બિલ વસુલતા  જોવા મળ્યા હતા. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલના સારવાર ચાર્જ પરવડે એ માટે સરકારે ખાનગી હોસ્પિટલોનાં ફી ચાર્જ (Fee Charge) નક્કી કર્યા હતા.

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ કફોડી (Worst Condition) હાલત અમદાવાદ શહેરની હતી, ન માત્ર  સરકારી પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા મળવી મુશ્કેલ હતી, ત્યારે કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને લૂટવામાં આવ્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી હતી.

હાલ, અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલો સરકારી નિયમોને (Government Rules) ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે, શહેરનાં 50 દર્દીઓ પાસેથી હોસ્પિટલોએ નક્કી કરેલા ચાર્જ (Fixed Rate) કરતા વધુ ફી લીધી હોવાની ફરિયાદ સામે આવી છે. ઉપરાંત કેટલીક હોસ્પિટલ 50,000 થી વધુની રકમ ડિપોઝિટ (Deposit) પેટે જમા કરાવતી હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશને (Ahmedabad Municipal Corporation) આવી હોસ્પિટલોને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે. કોરોના કાળમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે, પરંતુ સરકાર અને કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા આવી ઘટનાઓને વેગ મળી રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">