Ahmedabad : મેટ્રોની કામગીરીને લઈને શાહપુરના સ્થાનિકો પરેશાન

Ahmedabad : મેટ્રો દ્રારા માત્ર થિંગડા મારીને યોગ્ય કામગીરી નહિ કર્યાના સ્થાનિકો દ્વારા આક્ષેપો થઇ રહ્યા છે. મોટી તિરાડો પડી હોવા છતાં માત્ર થિંગડા મારી તંત્ર સંતોષ માની રહ્યું છે

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 04, 2021 | 10:46 PM

Ahmedabad : શાહપુર દરવાજા પાસે બનેલ ભુવાની ઘટના પુનરાવર્તિત થાય તેવો લોકોને ભય સતાવી રહ્યો છે. જીવનકમળસિંહની પોળ સહિતના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા રસ્તા પર તિરાડો પડતા ભુવો પડવાનો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે. સાથે જ મકાન, દુકાન અને મંદિરમાં પણ તિરાડો પડતા સ્થાનિકોમાં ભયની માહોલ જોવા મળી રહ્યો છે. મેટ્રો અને કોંર્પોરેશનને રજુઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ નિકાલ નહિ થયો હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મેટ્રો દ્રારા માત્ર થિંગડા મારીને યોગ્ય કામગીરી નહિ કર્યાના સ્થાનિકો દ્વારા આક્ષેપો થઇ રહ્યા છે. મોટી તિરાડો પડી હોવા છતાં માત્ર થિંગડા મારી તંત્ર સંતોષ માની રહ્યું છે. આ સાથે જ સ્થાનિકો દ્રારા યોગ્ય કામગીરી કરવાની તીવ્ર માંગો ઉઠી છે. અગાઉ શાહપુર દરવાજા પાસે પડેલ ભુવામાં વાહનો દટાયા હતા જેમાં રીક્ષા બહાર કઢાઈ હતી જોકે બે બાઇક અંદર જ દટાયેલા છે જેનું વળતર વાહન માલિકને અપાયું હતું. શુ મેટ્રો ફરી તે જ પ્રકારની ઘટનાનું રાહ જોઈ રહ્યું છે ? સ્થાનિકોમાં આવા સવાલો ઉદ્ભવી રહ્યા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">