Ahmedabad Rathyatra 2021: 144 વર્ષમાં પહેલી વખત ઠાકોર સમાજને ભગવાન જગન્નાથનું મામેરુ કરવાની તક મળી

જેના માટે લોકો વર્ષો સુધી રાહ જુએ છે એ રથયાત્રાનું મામેરૂં કરવામાં આ વખતે યજમાન તરીકે મહેશભાઇ ઠાકોર મેદાન મારી ગયા છે. ઠાકોર સમાજ આ વર્ષે કરશે ભગવાન જગન્નાથનુ મામેરુ.

| Updated on: Jun 15, 2021 | 7:38 PM

જેના માટે લોકો વર્ષો સુધી રાહ જુએ છે એ રથયાત્રાનું (Rathyatra) મામેરૂં કરવામાં આ વખતે યજમાન તરીકે મહેશભાઇ ઠાકોર મેદાન મારી ગયા છે. ઠાકોર સમાજ આ વર્ષે કરશે ભગવાન જગન્નાથનુ મામેરુ. 144 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે ઠાકોર સમાજને મામેરું કરવાની તક મળી છે.

આમ તો 7 વર્ષથી મહેશભાઇ મામેરા માટે પ્રયત્નશીલ હતા અને તેમના પિતાની 50 વર્ષથી મામેરુ કરવાની મહેચ્છા હતી. આમ થવાનું કારણ એ પણ છે કે અત્યાર સુધી 24 વર્ષ સુધીના વેઇટિંગ લિસ્ટનો સામનો યજમાનોએ કર્યો છે અને ત્યારબાદ લકી ડ્રો સિસ્ટમમાં 5 વર્ષ સુધી પણ યજમાનોએ વાટ જોઈ છે.

જોકે હવે મામેરૂં કરવા માટે યજમાનોએ રાહ જોવાનો સમય નીકળી ગયો છે. કેમકે રણછોડજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સીધા જ યજમાન નક્કી કરવાનો નિર્ણય મંદિર દ્વારા કરાયો છે. આ મામલે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને યજમાન સાથે ટીવી નાઈનના સંવાદદાતાએ વાત કરી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">