Ahmedabad: પાલડીની વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ, 10 બાળકોને સુરક્ષિત બચાવાયા, જુઓ Video
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આજે અચાનક આગ ભભૂકી ઊઠી. સદભાગ્યે, હોસ્પિટલમાં દાખલ તમામ 10 બાળકોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

આગનું કારણ અને નિયંત્રણ:
આગ લાગવાની ઘટના બાદ હોસ્પિટલમાં ધુમાડાના વાદળો ફેલાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની બે ગાડીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે થોડા જ સમયમાં આગને કાબૂ મેળવી લેવામાં આવ્યો હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે.
ફાયર સેફ્ટી પર તપાસ:
જોકે, આ ઘટનાએ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. ઘટના બાદ હવે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા હતા કે નહીં અને તે કાર્યરત હતા કે નહીં, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.