અમદાવાદમાં ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ, ગીતા મંદિર એસટી સ્ટેન્ડે ટેસ્ટિગની કોઈ સુવિધા નહી

અમદાવાદ ( ahmedabad ) શહેરમાં પ્રવેશવાના માર્ગ ઉપર કોરોના ( corona ) ટેસ્ટીગ માટેના તંબુઓ જોવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં સરકારની માલિકીની એસટી બસમાં ( st bus ) બેસીને પ્રવેશનારાઓના ટેસ્ટીગ નથી કરાઈ રહ્યાં. 

  • Bipin Prajapati
  • Published On - 11:36 AM, 2 Apr 2021
અમદાવાદમાં ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ, ગીતા મંદિર એસટી સ્ટેન્ડે ટેસ્ટિગની કોઈ સુવિધા નહી
ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડે કોરોનાના પરિક્ષણની કોઈ સવલત નહી

અમદાવાદમાં ( ahmedabad ) ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ છે. એક તરફ કોરોનાને ( corona ) કાબુમાં લેવા માટે સરકારી તંત્ર અનેક પગલાઓ લઈ રહ્યુ છે. પરંતુ બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે કોરોના વધુ પ્રસરે તેવી સ્થિતિ છે.  ખાસ કરીને અમદાવાદ શહેરમાં પ્રવેશવાના માર્ગ ઉપર કોરોના ટેસ્ટીગ માટેના તંબુઓ જોવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં સરકારની માલિકીની એસટી બસમાં ( ST stand ) બેસીને પ્રવેશનારાઓના ટેસ્ટીગ નથી કરાઈ રહ્યાં.

અમદાવાદના ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડ ખાતે, ( Geeta Mandir ST stand ) સબંધિત વિભાગ દ્વારા, કોરોનાના ટેસ્ટીગ માટેની જગ્યા ફાળવી દેવામાં આવી છે. પરંતુ આ જગ્યાએ ટીવી9 ગુજરાતીની ટીમે જ્યારે ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડની મુલાકાત લીધી ત્યારે, ટેસ્ટીગ કરવાની જગ્યાએ એક પણ જવાબદાર વ્યક્તિ દ્રષ્ટીગોચર નહોતા થતા. આ જોઈને ગુજરાતીમાં કહેવાત છે કે ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવી જ સ્થિતિ છે.

ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડ ખાતે ( Geeta Mandir ST stand ) પરપ્રાંત કે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદમાં પ્રવેશનારા તમામ મુસાફરોના કે એસટી સ્ટેન્ડ ખાતે આવનારા મુસાફરો પૈકીના કેટલાક મુસાફરોના કોરોના ટેસ્ટીગ કરાઈ રહ્યાં નથી.  કોઈ કોરોના પોઝીટીવ હોય અને તે અમદાવાદ શહેરમાં બસમાં બેસીને આવ્યા હોય તો સંભવ છે કે, સાથી મુસાફરોને કોરોનાનું સક્રમણ ફેલાવ્યુ હોઈ શકે છે. આથી જો સમયસર કોરોના ટેસ્ટીગ કરવામાં આવે તો આવા મુસાફરો અન્યોને કોરોનાનું સક્રમણ ફેલાવતા અટકી શકે છે.