Ahmedabad Fire: વટવા GIDCમાં લાગેલી આગ કાબુમાં, 45 કરતા વધારે ફાયર ફાયટરોએ કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ

Ahmedabad Fire: અમદાવાદના વટવા GIDCમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. GIDCમાં આવેલી પ્રન્ટિંગ પ્રેસની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી , બ્રિગેડ કોલ જાહેર થતા જ 45થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

| Updated on: Mar 20, 2021 | 8:52 AM

Ahmedabad Fire: અમદાવાદના વટવા GIDCમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. GIDCમાં આવેલી પ્રન્ટિંગ પ્રેસની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી , બ્રિગેડ કોલ જાહેર થતા જ 45થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ગઈકાલે રાતે લાગેલી અચાનક આગ બાદ ફેક્ટરી સંપૂર્ણ પણે નષ્ટ થઈ ગઈ હતી. હાલ ફાયર વિભાગની પાંચ ગજરાજ ગાડીઓ કુલિંગની કામગીરી કરી રહી છે. કુલિંગની કામગીરી બપોર સુધીમાં પૂર્ણ થાય તેવું ફાયર વિભાગના અધિકારીઓનું કહેવું છે. જણાવવું રહ્યું કે ગઈકાલે સાંજે લાગેલી આગ પર સતત પાણી અને ફોમનો મારો ચલાવ્યા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. હજારો લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારે જઈને આગ આજે સવારે કાબુમાં આવી છે. હાલમાં કુલીંગ પ્રોસેસ ચાલી રહી છે. આગનાં પગલે આજુબાજુનાં વિસ્તારમાં અને બાજુમાં આવેલી ફેક્ટરીમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ફાયરવિભાગની સતત કામગીરીનાં પગલે આગને કાબુ લેવામાં આવી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">