Ahmedabad : કોર્પોરેશનની બેવડી નીતિ, AMTS-BRTS ના કર્મચારીઓને માસ્ક ના પહેરવા પર ફક્ત 200 રૂપિયા દંડ

7 જૂનથી AMTS-BRTS બસ સેવા શરૂ થશે. ત્યારે માસ્ક ના પહેરવા પર અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 06, 2021 | 12:15 PM

Ahmedabad : માર્ચ મહિનાથી બંધ AMTS-BRTS સેવા ફરી શરૂ કરવામાં આવી છે. 7 જૂનથી AMTS-BRTS બસ સેવા શરૂ થશે. ત્યારે માસ્ક ના પહેરવા પર અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે.

સામાન્ય જનતા માસ્ક ના પહેરે તો 1,000 રૂપિયા જેવો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ AMTS-BRTS ના કર્મચારી માસ્ક ન પહેરે તો માત્ર 200 રૂપિયા દંડનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ રીતે કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે. આ પરથી કહી શકાય કે, અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન સરકારની ઉપરવટ જઈ નિર્ણય લીધો છે.

BRTS ની તમામ બસો ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર છે તેમજ તેના કર્મચારીઓ પણ આ ખાનગી કંપનીના જ છે. AMTS ની પણ મોટાભાગની બસો ખાનગી કોન્ટ્રાક્ટરની છે ત્યારે તેના કર્મચારીઓ પણ ખાનગી કોન્ટ્રાક્ટરના પે રોલ પર છે. આ નિયમને લઈ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. AMTS-BRTS ના કર્મચારીઓ માટે નિયમો અલગ શા માટે?

નોંધનીય છે કે, 81 દિવસ પછી ફરી એકવાર સોમવારથી AMTS-BRTS ની બસો રસ્તા પર દોડવા લાગશે. 50 ટકા બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. આ બસ સેવા સવારે 6 થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલશે. આ સાથે જ તમામ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે. સોમવારથી બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનના પ્રવેશ સામે દંડનીય કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">