Ahmedabad Corporation Election 2021: કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તુટી, મતગણતરીમાં થયેલી ચૂકને સુધારાઈ, ભાજપનાં ફાળે વધુ 1 બેઠક

Ahmedabad Corporation Election 2021: અમદાવાદ કોર્પોર્શન માટે યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગરમાં મતદાન ગણતરી દરમિયાન થયેલી ચૂકને સુધારી લેવામાં આવી છે. અને આ સાથે જ એક બેઠક પર ભાજપનાં ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજયી જાહેર કરવામાં આવ્યા છે.

  • Pinak Shukla
  • Published On - 9:51 AM, 26 Feb 2021
Ahmedabad Corporation Election 2021: કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તુટી, મતગણતરીમાં થયેલી ચૂકને સુધારાઈ, ભાજપનાં ફાળે વધુ 1 બેઠક

Ahmedabad Corporation Election 2021: અમદાવાદ કોર્પોર્શન માટે યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગરમાં મતદાન ગણતરી દરમિયાન થયેલી ચૂકને સુધારી લેવામાં આવી છે. અને આ સાથે જ એક બેઠક પર ભાજપનાં ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજયી જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તુટી છે અને ભાજપનાં ખાતામાં વધુ એક બેઠક ઉમેરાઈ છે.  AMCમાં ભાજપના ઉમેદવારોની સંખ્યા 160 પર પહોંચી છે. મહત્વનું છે કે, મતગણતરીના દિવસે ચૂક થતા, 9 રાઉન્ડમાં મત ગણવામાં ન આવ્યા હતા. જેના કારણે ગીતાબા ચાવડાની હાર બતાવાઇ હતી. જો કે, આ સમગ્ર મામલે ભાજપે ચૂંટણી કમિશનમાં રજૂઆત કરતા ચૂંટણી પંચે તપાસ કરી ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા છે.