Ahmedabad Corona: ભણેલા અભણ તે આનું નામ, બળિયાદેવને પાણી ચઢાવવા હજારો ઉમટ્યા, વિડિયો વાયરલ થયો ત્યાર બાદ પોલીસ સફાળી જાગી

Ahmedabad Corona: સાણંદ અને તાલુકામાં હાલ કોરોના કેસોમાં રોકેટ ગતિએ વધારો થયો છે ત્યારે સાણંદ તાલુકાના નવાપુરા અને નિધરાડ ગામે આવેલા બળિયાદેવ મંદિરે પાણી ચડાવવાનાં ધામિક પ્રસંગની ઉજવણીમાં હજારોની સખ્યામાં ભીડ ઉમટી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી

| Updated on: May 05, 2021 | 9:47 AM

Ahmedabad Corona: સાણંદ અને તાલુકામાં હાલ કોરોના કેસોમાં રોકેટ ગતિએ વધારો થયો છે. વળી રાજ્યના મુખ્યમંત્રી અને પોલીસ વડા દ્વારા લગ્ન અને ધામિક પ્રસંગોમાં 50 વ્યકિતઓને જ મંજુરી આપી છે. ત્યારે સાણંદ તાલુકાના નવાપુરા અને નિધરાડ ગામે આવેલા બળિયાદેવ મંદિરે પાણી ચડાવવાનાં ધામિક પ્રસંગની ઉજવણીમાં હજારોની સખ્યામાં ભીડ ઉમટી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. કોરોનાના પ્રકોપથી બચવા માટે લોકો બળિયાદેવની બાધા રાખી રહ્યા છે અને તેના ભાગરૂપે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ડિ.જે.ના સંચાલક સામે ચાંગોદર પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી.

બીજી તરફ મંગળવારે સાણંદ તાલુકાના નિધરાડ ગામે પણ મોટી સંખ્યામાં ગ્રામજનોએ બળિયાદેવના મંદિરે ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો જેમાં મહિલાઓ પુરુષોએ સોશીયલ સોસિયલ ડિસ્ટન્સનું પાલન નહીં અને માસ્ક પહરીયા વગર એકઠા થયા હતા જેનો પણ વીડીયો સોસિયલ મીડિયામાં વાઈરલ થતા સાણંદ પોલીસે તપાસ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">