Ahmedabad Corona Latest: કોરોનાનાં વધતા કેસથી તંત્રનાં કપાળે ચિંતાની કરચલીઓ, આરોગ્ય વિભાગની મળી બેઠક

Ahmedabad Corona Latest:  અમદાવાદ કોરોના (Ahmedabad Corona) મહાવિસ્ફોટે ચિંતા વધારી છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સિવિલમાં આરોગ્ય સચિવ, કમિશનર, સુપરિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓની બેઠક મળી

| Updated on: Mar 27, 2021 | 7:06 AM

Ahmedabad Corona Latest:  અમદાવાદ કોરોનાનાં મહાવિસ્ફોટે ચિંતા વધારી છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સિવિલમાં આરોગ્ય સચિવ, કમિશનર, સુપરિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓની બેઠક મળી. આ દોઢ કલાક ચાલેલી બેઠકમાં તૈયારીઓ અને આગામી વ્યવસ્થાઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં ચાલી રહેલા બીજા સ્ટ્રેનમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે હોસ્પિટલોમાં બેડ પણ ભરાવા લાગ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ કોઈ પણ ઢીલ નથી મુકવા માંગતુ અને એટલે જ બેઠકોનાં દોરની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં આરોગ્ય સચિવ, કમિશનર, સુપરિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠક દોઢ કલાક કરતા વધારે સમય ચાલી હતી અને કોરોનાને કાબુમાં લેવા માટેનાં એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2190 નવા કેસ નોંધાયા હતા જેમાં સુરત શહેર અને જિલ્લામાં સૌથી વધુ 745 દર્દી સામે આવ્યા તો અમદાવાદ શહેરમાં 604 કોરોના કેસ નોંધાયા. વડોદરામાં 165 અને રાજકોટમાં 139 પોઝિટિવ કેસ સામે આવ્યા. રાજ્યમાં કાળમુખો કોરોના 6 દર્દીઓને ભરખી ગયો જેમાં સુરતમાં સૌથી વધારે 4 તો અમદાવાદ, રાજકોટમાં 1-1નાં મૃત્યુ થયા. આ સાથે ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે.જ્યારે 83 દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે. રાજ્યમાં 24 કલાકમાં 1422 દર્દી સારવાર બાદ સ્વસ્થ પણ થયા. રાજ્યમાં રિકવરી રેટ 95.07 ટકા થઈ ગયો છે.

ગુજરાતમાં 24 કલાકમાં 2 લાખ 29 હજાર એકાવન વ્યક્તિઓનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં સુરત અને અમદાવાદ બે જિલ્લામાં જ 50 ટકાથી વધારે કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યાં છે. સુરત શહેર અને જિલ્લામાં સૌથી વધુ 745 દર્દી સામે આવ્યા. સુરત શહેરમાં 4 દર્દીઓના મૃત્યુ નિપજ્યા જયારે શહેર અને જિલ્લામાં મળીને 454 દર્દીઓ સાજા પણ થયા. અમદાવાદ શહેરમાં 604 અને જિલ્લામાં 9 કોરોના કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાથી એક વ્યક્તિનું નિધન થયું. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને 507 વ્યક્તિઓ સારવાર બાદ સ્વસ્થ થયા હતા.

અમદાવાદમાં તો ગઈકાલે IIMમાં એકસાથે 40 કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 2 દિવસમાં 22 જેટલા કેસ આવ્યા અને એમાં પણ 24 કલાકમાં જ 17 જેટલા કેસ નોંધાયા હતા. પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બન્યા બાદ હેલ્થ વિભાગની એક ટીમનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ રહી છે કે 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હતા પણ પરીક્ષામાં બેસવા માટે માહિતિ છૂપાવી હતી. AMC ડોમમાં કરાવેલા પરિક્ષણ સમયે 17 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">