Ahmedabad Corona: કોરોનાનાં વધતા કેસ વચ્ચે હાઈકોર્ટ 4 દિવસ માટે બંધ, સમગ્ર પરિસર સેનેટાઈઝ કરાશે

Ahmedabad Corona: ગુજરાત હાઈકોર્ટમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી તમામ કામકાજ બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટમાં વધતા કોરોના કેસને પગલે ચીફ જસ્ટિસે હાઈકોર્ટને તકેદારીના ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન ગુજરાત હાઈકોર્ટના સમગ્ર પરિસરને સેનેટાઈઝ કરવામાં આવશે.

| Updated on: Apr 07, 2021 | 8:03 AM

Ahmedabad Corona: ગુજરાત હાઈકોર્ટમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી તમામ કામકાજ બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટમાં વધતા કોરોના કેસને પગલે ચીફ જસ્ટિસે હાઈકોર્ટને તકેદારીના ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન ગુજરાત હાઈકોર્ટના સમગ્ર પરિસરને સેનેટાઈઝ કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોના સંક્રમિતોના આંકડામાં રોજ ચિંતાજનક ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં તમામ મહાનગરોમાં કોરોનાની સૌથી વિકટ સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 3280 નવા કેસ નોંધાયા તો કાળમુખો કોરોના 17 દર્દીઓને ભરખી ગયો જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 દર્દીના મોત થયા તો રાજકોટ શહેરમાં બે અને વડોદરા શહેરમાં 1 દર્દીનું મોત થયું.

અમદાવાદ શહેરમાં સૌથી વધારે કોરોનાના 798 કેસ નોંધાયા તો સુરત શહેરમાં 615 કેસ સામે આવ્યા. રાજકોટ શહેરમાં 321 અને વડોદરા શહેરમાં 218 પોઝિટિવ કેસ નોંધાયા. પાટણમાં પણ રીતસરનો કોરોના મહાવિસ્ફોટ થયો છે. રાજ્યના મહાનગરો બાદ એકમાત્ર પાટણ જિલ્લામાં જ 107 કેસ નોંધાયા છે. મહેસાણામાં 63 કેસ અને કચ્છમાં 35 કેસ નોંધાતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ તમામ જિલ્લામાં બેડ, ઓક્સિજન, દવા, ટેસ્ટિંગ કીટ વધારવા કામે લાગ્યું છે.

રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં 3 લાખ 12 હજાર લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને કોરોનાએ અજગરી ભરડામાં જાણે જકડ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને પાછલા 24 કલાકમાં 817 પોઝિટિવ કેસ સામે આવ્યા તો અમદાવાદ શહેરમાં 7 દર્દીઓના મૃત્યુ નિપજ્યા જેની સામે શહેર અને જિલ્લામાં મળીને 456 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">