Ahmedabad Corona: અમદાવાદમાં કોરોનાનો કહેર, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ચિંતાજનક રીતે વધ્યા

અમદાવાદમાં (Ahmedabad) 266 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હતા જે પૈકી 23 વિસ્તારને દૂર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30નો ઉમેરો થયો હતો.

  • Tv9 Webdesk 43
  • Published On - 9:17 AM, 31 Mar 2021
Ahmedabad Corona: અમદાવાદમાં કોરોનાનો કહેર, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ચિંતાજનક રીતે વધ્યા
માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો રાફડો ફાટ્યો

અમદાવાદમાં(Ahmedabad) કોરોનાએ ભરડો લીધો છે. અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તંત્ર દ્વારા પણ કોરોનાના સંક્ર્મણને રોકવા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તો કોરોનાનો કહેર વધતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં (micro containment zones) ફેરફાર થયો છે. અમદાવાદમાં 266 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હતા જે પૈકી 23 વિસ્તારને દૂર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30નો ઉમેરો થયો હતો. આ સાથે જ અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 273 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તો લોકો પણ સાવચેતીના ભાગ રૂપે કોરોના ટેસ્ટિંગ કરી રહ્યા છે. તો અમદાવાદના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની વાત કરવામાં આવે તો નવા વિસ્તારમાં ગોતા, બોડકદેવ, રામોલ અને ઓઢવના સૌથી વધુ મકાન અને વધુ લોકોનો સમાવેશ થયો છે. નવા વિસ્તારમાં લાંભાના નરસિંહનગરના 100 મકાન અને 250 લોકોનો સમાવેશ થયો છે. જયારે લાંભાના શ્રીજી પાર્ક સોસાયટીના 125 મકાન અને 775 લોકોનો સમાવેશ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં થયો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270 અને 29 માર્ચે 2252 નવા કેસ સામે આવ્યાં હતા. જયારે આજે 30 માર્ચે સતત ચોથા દિવસે 2200થી વધુ કેસ સામે આવ્યાં છે.

રાજ્યમાં નોધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 606, સુરતમાં 563, વડોદરામાં 209 અને રાજકોટમાં 164 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં નવા નોધાયેલા કેસોમાં 50 ટકા જેટલા કેસો માત્ર અમદાવાદ અને સુરતમાંથી જ છે.

રાજ્યમાં આજે 30 માર્ચના દિવસે છેલ્લા 24 કલાકમાં 1988 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,88,565 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 94.51 ટકા થયો છે.