Ahmedabad Corona Breaking: અમદાવાદીઓ માટે થોડો હાશકારો, 53 દિવસ પછી કોરોનાનાં કેસમાં ઘટાડો, જાણો કારણ

Ahmedabad Corona  Breaking: કોરોનાકાળમાં અમદાવાદ માટે આખરે થોડા સારા સમાચાર આવ્યા છે. માર્ચ-એપ્રિલથી કોરોનાના રોજિંદા કેસના ડરાવનારા આંકડા પછી 53 દિવસ બાદ પહેલીવાર રાહતના સમાચાર આવવા સાથે કેસમાં ઘટાડો થવાનું આશાનું કિરણ દેખાયું છે.

| Updated on: Apr 27, 2021 | 9:53 AM

Ahmedabad Corona  Breaking: કોરોનાકાળમાં અમદાવાદ માટે આખરે થોડા સારા સમાચાર આવ્યા છે. માર્ચ-એપ્રિલથી કોરોનાના રોજિંદા કેસના ડરાવનારા આંકડા પછી 53 દિવસ બાદ પહેલીવાર રાહતના સમાચાર આવવા સાથે કેસમાં ઘટાડો થવાનું આશાનું કિરણ દેખાયું છે. છેલ્લા 24 કલાકમાં નવા 5619 કેસ આવ્યા હતા જે રવિવારના 5790 કેસ કરતાં 171 ઓછા છે. જો કે, મૃત્યુનો રેશિયો હજુ ઘટ્યો નથી. 24 કલાકમાં વધુ 26 દર્દીના મૃત્યુ થયા હતા. બીજી રાહતની વાત એ છે કે, લાંબા સમય પછી વિવિધ હોસ્પિટલમાંથી 1760 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જો કે હજુ પણ શહેરમાં 48072 એક્ટિવ કેસ છે.

ગુજરાત કોરોનાની સૌથી વિકટ સ્થિતિ યથાવત છે, સંક્રમણ વધી રહ્યું છે,,,શ્વાસ ખૂટી રહ્યા છે. હોસ્પિટલોના હાલ બેહાલ છે તો દર્દીઓ અકાળે અવસાન પામી રહ્યા છે. આ વિકટ સ્થિતિ વચ્ચે રાજ્યમાં પાછલા 24 કલાકમાં 14,340 પોઝિટિવ કેસ નોંધાયા તો 158 દર્દીઓના મોત નિપજ્યા. નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર પહોંચી છે અને કુલ કેસ 5 લાખ 10 હજાર 274ને પાર પહોંચી છે તો રાજ્યમાં મૃત્યુઆંક વધીને 6 હજાર 486 થયો.

24 કલાકમાં 7,727 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 82 હજાર 426 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1 લાખ 21 હજારને પાર પહોંચી છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 412 થઇ છે જ્યારે સાજા થવાનો દર ઘટીને 74.93 ટકાએ પહોંચ્યો છે. રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદમાં કોરોનાના 5,679 કેસ સાથે 27 લોકોના મોત થયા તો સુરતમાં 1,876 કેસ સાથે 25 દર્દીઓનો જીવ ગયો

જ્યારે રાજકોટમાં 598 કેસ સાથે 14 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 706 કેસ સાથે 16 દર્દીઓ મોતને ભેટ્યા તો જામનગરમાં 668 કેસ સાથે 14 દર્દીના મોત થયા તો કચ્છમાં પણ 9 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા. અન્ય શહેરોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને જૂનાગઢમાં 5-5 દર્દીના મોત થયા તો મહેસાણા, ભાવનગર, બનાસકાંઠા અને પાટણામાં 4-4 દર્દીના મોત થયા.

આ તરફ મોરબીમાં 3, જ્યારે ગાંધીનગર, અમરેલી, મહીસાગર, ભરૂચ, વલસાડ અને અરવલ્લીમાં બે-બે દર્દીના મોત નિપજ્યા તો દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, દેવભૂમિદ્વારકા અને બોટાદમાં એક-એક દર્દીનું મોત થયું. સુરત શહેરમાં 1472 પોઝિટિવ કેસ સામે આવ્યા જ્યારે સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો. કેસો ઘટવા છતાં બે ઝોનમાં કેસોનું સંક્રમણ યથાવત રહ્યું છે જેમાં અઠવા અને કતારગામ ઝોનમાં કેસો યથાવત છે. આ ત્રણ ઝોનમાં કેસો 200થી વધુ છે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">